Honey is effective in enhancing the glow on your face and making the hair shiny
  • Home
  • Fashion & Beauty
  • તમારા ચહેરા પર ગ્લો વધારવા અને વાળને ચમકીલા બનાવવા કરો આ એક ઉપાય, સો ટકા વધશે તમારી સુંદરતા

તમારા ચહેરા પર ગ્લો વધારવા અને વાળને ચમકીલા બનાવવા કરો આ એક ઉપાય, સો ટકા વધશે તમારી સુંદરતા

 | 8:14 am IST

બ્યૂટી ટિપ્સ :- નેહા દવે

તમને એ વાતની જાણ તો હશે જ કે મધ ચહેરા પર ગ્લો લાવવામાં અને વાળને ચમકીલા બનાવવામાં કારગત છે. જોકે હંમેશાં લોકોનું એવું માનવું છે કે સારા સ્વાસ્થ્ય અને સુંદરતા માટે મધનો માત્ર ખાનપાનમાં સમાવેશ કરીને જ મેળવી શકાય છે. મધનો ઉપયોગ વર્ષોથી સુંદરતા મેળવવા માટે કરવામાં આવે છે અને જે લોકો આયુર્વેદથી પરિચિત છે તેમના માટે આ વાત બિલકુલ નવી નથી કે મધમાં શક્તિશાળી સૌંદર્યવર્ધક ગુણ પણ રહેલો છે.

સ્કિન પર ચમક લાવવા માટે

મધમાં એન્ટિ એજિંગનું તત્ત્વ રહેલું છે, જે ત્વચાને ચમકીલી બનાવે છે. તેનો તમે ક્વિક ક્લીન્ઝિંગ સ્ક્રબ તરીકે ઉપયોગ કરી શકો છો. તેનાથી ત્વચાનાં રોમછિદ્રો ચોખ્ખાં થાય છે અને સાથે સાથે કરચલીઓને ઓછી કરે છે. એક ચમચી મધમાં બે ચમચી બ્રાઉન સુગર અને અડધું લીંબુ નીચોવવું. તમારી સ્કિનને સામાન્ય ભીની કરો અને ત્યારબાદ તૈયાર કરેલા સ્ક્રબને હળવા હાથે ચહેરા પર માલિશ કરો. લગભગ એક મિનિટ સુધી માલિશ કર્યા બાદ તેને એમ જ રહેવા દો. સુકાઈ ગયા પછી ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લો.

હેર કન્ડિશનર રૂપે

મધને એક ઉત્તમ પ્રકારનું કન્ડિશનર પણ સાબિત થયું છે. મધને કેટલાક નેચરલ ઈન્ગ્રીડિયન્ટ સાથે ભેળવીને ડ્રાય અને ડેમેજ થઈ ગયેલા વાળ પર લગાવો. તેનાથી વાળને પોષણ મળે છે. કન્ડિશનર રૂપે તેનો ઉપયોગ કરવા માટે બે ચમચી મધમાં ત્રણથી ચાર ચમચી નારિયેળનું તેલ ઉમેરો. બંનેને બરાબર મિક્સ કરી વાળમાં ઉપરથી લઈ નીચે સુધી લગાવો. તેને ત્રીસ મિનિટ સુધી વાળમાં રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી વાળને ધોઈ લો. તમારા વાળ એકદમ સ્મૂધ અને સિલ્કી થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન