મધ ક્યારેય ખરાબ નથી થતું - Sandesh
NIFTY 10,226.85 -15.80  |  SENSEX 33,307.14 +-44.43  |  USD 65.1650 +0.03
1.6M
1M
1.7M
APPS

મધ ક્યારેય ખરાબ નથી થતું

 | 4:08 am IST

મધમાં ભેજ ઓછો હોય છે તેથી તેમાં બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે. મધનું લાંબુ જીવન તેના સંયોજન પર ટકેલંુ છે. મધ ન્યુટ્રિશન અને કુદરતી સંયોજનોથી ભરેલું છે. સામાન્ય બીમારીના ઉપચાર માટે ઘરમાં સૌથી વધુ ઉપયોગી છે.

જેવા કે કફ, શરદી, ખાંસીમાં. મધમાં અકલ્પનીય ગુણધર્મો રહેલા છે અને તેની રચના જ એ પ્રકારની છે કે તે લાંબા સમય સુધી ખરાબ થતંુ નથી. મધમાં બે પ્રકારની શર્કરા હોય છે, ગ્લુકોઝ અને  ફ્રુક્ટોઝ. તેનામાં ખાંડ અને મિનરલ્સ જ હોય છે. વળી તેનામાં હાયગોસ્કોપિક હોય છે કે જે ભેજને શોષી લે છે. આનો મતલબ એ કે તેનામાં પાણીનો સમાવેશ થતો નથી. અને તેમાં ભેજ બહુ ઓછા પ્રમાણમાં હોય છે.આથી જો મધમાં બેક્ટિરિયા હુમલો કરે તો પણ તે લાંબા સમય સુધી ટકી શકે તેમ નથી અને મધને બગાડી શકે તેમ નથી.

મધ ન બગડવા પાછળનું બીજંુ કારણ એ છે કે તેનું અમલ્તા( એસેડિક )લેવલ ખૂબ જ વધારે છે. તેનું ઁઁ લેવલ ૩ થી ૪.૫ ની વચ્ચેનું છે જે બહારથી આવનાર બેક્ટેરિયા અને સૂક્ષ્મ જંતુઓને મારી નાખે છે. એટલા માટે જ મધને ઉત્તમ એન્ટિ બેક્ટેેરિયલ એજન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.