હનિમૂન પર ગયેલી પાઓલીને હેલિકોપ્ટરની મદદ અપાઈ! – Sandesh
NIFTY 10,402.65 +24.25  |  SENSEX 33,877.85 +103.19  |  USD 64.4425 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • હનિમૂન પર ગયેલી પાઓલીને હેલિકોપ્ટરની મદદ અપાઈ!

હનિમૂન પર ગયેલી પાઓલીને હેલિકોપ્ટરની મદદ અપાઈ!

 | 3:06 am IST

ફિલ્મ હેટ સ્ટોરીથી બોલિવૂડમાં આવેલી બંગાળી અભિનેત્રી પાઓલી ડેમે ડિસેમ્બર મહિનામાં લગ્ન કર્યા છે. હેટ સ્ટોરીમાં પોતાના બોલ્ડ દૃશ્યોને કારણે ચર્ચામાં રહેલી પાઓલીએ ચોથી ડિસેમ્બરે પોતાના પરિવાર અને નિકટના મિત્રોની હાજરીમાં ગુવાહાટીના એક હોટેલના માલિક અર્જુન દેબ સાથે બંગાળી રીતિરિવાજ અનુસાર લગ્ન કર્યા હતા. બંનેએે લગ્ન પહેલાં એકબીજાને બે વર્ષ સુધી ડેટ કરી રહ્યા હતા. આ દંપતી સ્વિટ્ઝરલેન્ડ ફરવા ગયું હતું. રોમાન્સ માટે પર્ફેક્ટ ડેસ્ટિનેશન ગણાતાં સ્વિટ્ઝરલેન્ડમાં ભારે સ્નો ફોલ થતાં પાઓલી સહિત અન્ય પર્યટકોને સ્કી રિસોર્ટમાંથી હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.