NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • પોલીસ કસ્ટડીમાં ગુમસુમ બેસી રહેતી હનીપ્રીતે એક ઈચ્છા વ્યક્ત કરી

પોલીસ કસ્ટડીમાં ગુમસુમ બેસી રહેતી હનીપ્રીતે એક ઈચ્છા વ્યક્ત કરી

 | 4:21 pm IST

ડેરાપ્રમુખ રામરહીમની દત્તક પુત્રી ગણાતી હનીપ્રીત હાલ પોલીસ કસ્ટડીમાં છે અને રિમાન્ડ દરમિયાન કડક પૂછપરછથી તે તૂટી રહી છે. હવે જેલમાં બંધ હનીપ્રીત ઈન્સાનને તેના પાપા ગુરમીત રામરહીમની યાદ આવી રહી છે. બળાત્કારી રામરહીમની ખાસ રાઝદાર ગણાતી હનીપ્રીત ઈન્સાન હવે તેને મળવા માંગે છે.

છેલ્લા 4 દિવસ દરમિયાન હનીપ્રીત પૂછપરછ કરી રહેલી મહિલા પોલીસ અધિકારીઓ અને એટલે સુધી કે લેડી ડોક્ટરને પણ રામરહીમને મળવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂકી છે. એક ખાનગી ચેનલના અહેવાલ મુજબ પોલીસ સ્ટેશન સંલગ્ન એક અધિકારીએ જણાવ્યું છે કે હનીપ્રીત હંમેશા ગુરમીત રામરહીમ માટે ચિંતિત રહે છે. મળતી માહિતી મુજબ હનીપ્રીત તેના પાપા રામરહીમના પીઠદર્દના કારણે ચિંતિત રહે છે અને વારંવાર કહે છે કે પાપાજીની કમરમાં દુખાવો રહે છે, તેઓ તકલીફમાં હશે અને તે તેમને મળવા માંગે છે.

હનીપ્રીતની આ માંગણીના કારણે અનેકવાર મેડિકલ ચેકઅપ કરવા આવેલી લેડી ડોક્ટરે તેને ફટકાર પણ લગાવી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ લેડી ડોક્ટરે તેને વઢતા એમ પણ કહ્યું હતું કે ગુરમીત રામરહીમ જો કમરના દુખાવાથી પરેશાન હશે તો તે શું તેની ડોક્ટર છે. આ બાજુ જેલમાં પણ ગુરમીત રામરહીમે જેલમાં પહોંચતા જ સૌથી પહેલા જેલ અધિકારીઓને આગ્રહ કર્યો હતો કે હનીપ્રીત ઈન્સાનને તેમની સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે કારણ કે તે તેની ફિઝિયોથેરાપીસ્ટ છે.

જેલમાં રામરહીમે જે સગાસંબંધીઓ સાથે વાત કરવા માટે બે નંબરો જેલ અધિકારીઓને આપ્યાં હતાં તેમાંથી એક નંબર હનીપ્રીત ઈન્સાનનો પણ હતો. આ નંબર છેલ્લા 40 દિવસોથી બંધ જોવા મળ્યો હતો. હનપ્રીત ઈન્સાને જણાવ્યું હતું કે તેનો મોબાઈલ ફોન ક્યાંક ખોવાઈ ગયો હતો. જો કે જેલ અધિકારીઓએ એ વાતનો ઈન્કાર કર્યો હતો કે જેલમાં રામરહીમ હની-હની કર્યા કરે છે.

આ બાજુ જેલમાં હનીપ્રીત તેની આસપાસ ફરી રહેલી મહિલા પોલીસકર્મીઓની સાથે પણ વધુ વાતો કરતી નથી. એક પોલીસકર્મીએ જણાવ્યું કે હનીપ્રીતને ખાવા પીવામાં કોઈ રસ નથી તે મનમાંને મનમાં કઈંક વિચાર્યા કરે છે.. આ બાજુ હનીપ્રીતને કદાચ ખબર નથી કે ગુરમીત રામરહીમે જેલમાં રોટીઓ ખાઈને 6 કિલો વજન ઓછુ કર્યુ છે. હવે તેના દવાના ડોઝ પણ ઘટી ગયા છે.