પાક.ની હનીટ્રેપ: સેક્સ ચેટમાં ફસાયા ગ્રૂપ કેપ્ટન, ISIને લીક કર્યા સિક્રેટ ડોક્યુમેન્ટ! - Sandesh
  • Home
  • India
  • પાક.ની હનીટ્રેપ: સેક્સ ચેટમાં ફસાયા ગ્રૂપ કેપ્ટન, ISIને લીક કર્યા સિક્રેટ ડોક્યુમેન્ટ!

પાક.ની હનીટ્રેપ: સેક્સ ચેટમાં ફસાયા ગ્રૂપ કેપ્ટન, ISIને લીક કર્યા સિક્રેટ ડોક્યુમેન્ટ!

 | 9:56 am IST

આ કિસ્સો છે હુસ્નની જાળમાં ફસાયેલ એક એવા વાયુસેના અધિકારીની જે ફોન પર સેક્સ ચેટ માટે પોતાના દેશની ગુપ્ત માહિતી દુશ્મનને આપવા માટે તૈયાર થઇ ગયા. વાયુ સેનામાં ગ્રૂપ કેપ્ટન તરીકે તૈનાત અરૂણ મારવાહ પર આરોપ છે કે તેમણે પાકિસ્તાની જાસૂસી એજન્સી ISIને ગુપ્ત માહિતી અને દસ્તાવેજ લીક કર્યા છે. તપાસ અધિકારીઓને શંકા છે કે મારવાહ ને સેક્સ ચેટની જાળમાં આવીને જાસૂસી કરી.

સ્પેશ્યલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહા એ અધિકારીની ધરપકડ કર્યાના સમાચારની પુષ્ટિ કરી છે. 51 વર્ષના અધિકારી મારવાહ પર પોતાના સ્માર્ટફોન દ્વારા અગત્યની અને ગુપ્ત દસ્તાવેજોની તસવીરો ખેંચવાનો આરોપ છે. મારવાહ એ એરફોર્સ હેડક્વાર્ટરમાં હાજર અગત્યના દસ્તાવેજો અને બિલ્ડિંગની તસવીરો ખેંચીને વ્હોટ્સએપ દ્વારા તેમણે પાકિસ્તાની જાસૂસને મોકલી.

31 જાન્યુઆરીના રોજ શંકાસ્પદ ગતિવિધિઓના આરોપમાં ગ્રૂપ કેપ્ટનને કસ્ટડીમાં લેવાયા હતા. સૂત્રોનું કહેવું છે કે મારવાહ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં બે ફેસબુક એકાઉન્ટ દ્વારા કિરણ રંધાવા અને મહિમા પટેલના સંપર્કમાં આવ્યા હતા. શરૂઆતમાં કેટલીક અંતરંગ સેક્સ ચેટ બાદ તે મહિલાને ગુપ્ત દસ્તાવેજોની માહિતી આપવા માટે તૈયાર થઇ ગયા હતા.

સેક્સ વીડિયો માટે અપાવ્યું સિમ કાર્ડ
સૂત્રોના હવાલેથી મળતી માહિતી પરથી ખબર પડી કે મહિલા કિરણ એ પોતાની ઉંમર અંદાજે 20 વર્ષની બતાવી. ફેસબુક ચેટિંગ બાદ મારવાહ મહિલાનો ખાનગી વીડિયો અને તસવીરો જોવા માટે બેચેન થઇ ગયા. તેમણે કિરણને વોટ્સએપ ચેટ માટે કહ્યું. કિરણ એ જ્યારે સિમ કાર્ડ નથી તેમ કહ્યું તે તેમણે પોતે સિમ કાર્ડ પણ ઉપલબ્ધ કરાવ્યું. વોટ્સએપ વીડિયો ચેટ દરમ્યાન તેમણે જાસૂસી માટે પણ હામી ભરી દીધી.

સૂત્રોએ કહ્યું કે હજુ સુધી એવી કોઇ માહિતી મળી નથી કે ગુપ્ત માહિતી લીક કરવાના બદલામાં આરોપી અધિકારીને પૈસા આપવામાં આવ્યા હોય. સૂત્રોના મતે આ હનીટ્રેપનો જ મામલો લાગી રહ્યો છે. આરોપી અધિકારી સેક્સ ચેટના બદલામાં માહિતી આપવા માટે રાજી થઇ ગયા હતા. દસ્તાવેજ અને ખાનગી માહિતી લીક કરવામાં આવી છે તે એરફોર્સના ટ્રેનિંગ અને કોમ્બેટ ઓપરેશન સાથે જોડાયેલી છે. ગગનશક્તિ આવી જ એક અભ્યાસ પ્રક્રિયા છે, જેની ડિટેલ ISIના જાસૂસોને આપવામાં આવી.

સૂત્રો એ જણાવ્યું કે મારવાહને કોર્ટમાં હાજર કરાયા છે તેની પુષ્ટિ કરી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં જસ્ટિસ દીપક સહરાવતની સામે મારવાહને રજૂ કરાયા. તેમને 5 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલી આપવામાં આવ્યા છે. સ્પેશ્યલ સેલના લોધી રોડ સ્થિત હેડકવાર્ટરમાં મારવાહની પૂછપરચ્છ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન