Hong Kong Human Rights bill clears US House, Heads to Donald Trump
  • Home
  • Featured
  • અમેરિકાએ હોંગકોંગ પ્રદર્શનોમાં ઝંપલાવ્યું, ચીનને પણ આપી દીધી ખુલ્લી ધમકી

અમેરિકાએ હોંગકોંગ પ્રદર્શનોમાં ઝંપલાવ્યું, ચીનને પણ આપી દીધી ખુલ્લી ધમકી

 | 11:35 pm IST

અમેરિકાએ આખરે હોંગકોંગ મામલે ઝંપલાવ્યું છે. અમેરિકાએ હોંગકોંગ મામલે સીધી દખલ દેવાનો ઈશારો કરી દીધો છે. અમેરિકાના હાઉસ ઓફ રિપ્રઝેન્ટેટીવ્સે બુધવારે 2 બિલ પણ પાસ કર્યા છે. જે હોંગકોંગમાં પ્રદર્શનકારીઓના સપોર્ટ કરે છે.  

અમેરિકાએ ચીનને માનવાધિકાર ઉલ્લંઘન અંગે એક ચેતવણી આપી દીધી છે. અત્યારે હોંગકોંગમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ યુનિવર્સિટી અંદર પોલીસના કોર્ડન અંદર ફયાલેલાં છે. હવે આ બિલ વ્હાઇટ હાઉસ જશે જ્યાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કાં તો તેને વિટો કરી શકે છે અથવા સહી કરી શકે છે. વેપારને મુદ્દે અત્યારે ચીન અને અમેરિકા વચ્ચે સંવેદનશીલ સમય છે અને વાતચીત ચાલી રહી છે.

હોંગકોંગ હ્યુમન રાઇટ્સ એન્ડ ડેમોક્રેસી એક્ટ મંગળવારે અમેરિકી સેનેટમાં સર્વાનુમતે પસાર થયું હતું. આવું જ બિલ ગત મહિને પાસ કરવામાં આવ્યું હતું. આ બિલના પસાર થવાથી ચીન નારાજ છે.

અમેરિકાની સેનેટમાં પાસ કરવામાં આવેલા બિલ પ્રમાણે વર્ષમાં એક વખત ચીનના સ્ટેટ ડિપાર્ટમેન્ટને એ ચોક્કસ કરાવવું પડશે કે અમેરિકાના વેપાર માટે હોંગકોંગ એક સ્વાયત્ત સત્તા ધરાવે છે. આ યુએસ ટ્રેડીંગ કન્સિડરેશનમાં હોંગકોંગ લાયક બને તેના માટે આ બિલ પ્રમાણે અમેરિકા ચીનનું નાક દબાવવા માગે છે. આ બિલમાં ચીનના માનવાધિકાર ઉલ્લંઘનમાં સામેલ અધિકારાઓ સામે પ્રતિબંધની પણ જોગવાઇ છે. આ બિલના કારણે અમેરિકા અને ચીન વચ્ચે સંબંધો વધારે વણસે તેવી પણ શક્યતા છે.

આ વીડીયો પણ જુઓ : અમદાવાદ એરપોર્ટ બહાર NRIને હેરાનગતિનો કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન