Hong Kong Matter after US-China also Impose Visa Restrictions
  • Home
  • Featured
  • અમેરિકા અને ચીન વચ્ચે તણખા ઝર્યા, ડ્રેગને લીધો આકરો નિર્ણય

અમેરિકા અને ચીન વચ્ચે તણખા ઝર્યા, ડ્રેગને લીધો આકરો નિર્ણય

 | 7:34 pm IST

ચીન ભારત બાદ હવે અમેરિકા સાથે પણ બાથ ભીડી રહ્યું છે. સાઉથ ચાઈના સીને લઈને ચાલી રહેલા વિવાદ બાદ બંને દેશો હોંગકોંગ મુદ્દે સામસામે આવી ગયા છે. ચીને અમેરિકાએ કરેલી કાર્યવાહીનો વળતો જવાબ આપ્યો છે.

ચીને પણ અમેરિકાથી આવતા લોકોના વીઝા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, ચીને અમેરિકાના કર્મચારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. ચીને આ નિર્ણય અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોના હોંગકોંગમાં માનવાધિકારો અને સ્વતંત્રતાના પાયાના અધિકારોના દુરૂપયોગનો આરોપ લગાવતા ચીનના અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવ્યા બાદ લીધો છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને એક નિવેદનમાં કહ્યું હતું કે, હોંગકોંગ રાષ્ટ્રી સુરક્ષા કાયદાને પસાર થવામાં વાંધો ઉઠાવવાની અમેરિકાની યોજના ક્યારેય સફળ નહી થાય. ટ્રંપ સરકારના ચીનના અધિકારીઓના વિઝા પર પ્રતિબંધ લગાવ્યા બાદ ચીને ગત અઠવાડીયે કહ્યું હતું કે, કોઈને હોંગકોંગ મામલે બેજવાબદાર ટિપ્પણી કરવાનો કોઈ જ કાયદાકીય અધિકાર નથી.

કાયદો બનાવનાર સમિતિના રવિવારના બિલ પર ચર્ચા બાદ ચીન હોંગકોંગ સુરક્ષા કાયદો પસાર કરવા માટે તૈયાર છે. હોંગકોંગ ગત વર્ષ વિરોધ પ્રદર્શનોના કારણે ચર્ચામાં હતું. પ્રદર્શનકારીઓએ સ્થાનીક સરકાર પાસેથી પણ વધુ સ્વતંત્રતા માગી છે કેમ કે, ચીન નવો સુરક્ષા કાયદો લાવવા જઈ રહ્યું છે.

યૂરોપીય યૂનિયને પણ અમેરિકાનું સમર્થન કરતા કહ્યું હતું કે, જો રાષ્ટ્રીય સુરક્ષા બિલ પસાર કરવામાં આવે છે તો ચીનને ઘણા નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડશે. હવે હોંગકોંગ પોલીસે કોરોના વાયરસ મહામારીના કારણે રાષ્ટ્રીય સુરક્ષા કાયદાની સામે પ્રદર્શનો પર પ્રતિબંધ લગાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન