હોંગકોંગ વિરોધ : ગટરમાર્ગે ભાગવાનો ૧૦૦ વિદ્યાર્થીનો પ્રયાસ પણ નિષ્ફળ - Sandesh
  • Home
  • Newspaper
  • હોંગકોંગ વિરોધ : ગટરમાર્ગે ભાગવાનો ૧૦૦ વિદ્યાર્થીનો પ્રયાસ પણ નિષ્ફળ

હોંગકોંગ વિરોધ : ગટરમાર્ગે ભાગવાનો ૧૦૦ વિદ્યાર્થીનો પ્રયાસ પણ નિષ્ફળ

 | 2:35 am IST

। હોંગકોંગ ।

હોંગકોંગ પોલીસે પોલિટેકનિક યુનિવર્સિટી સંકુલમાં મોરચો માંડીને બેઠેલા  વિદ્યાર્થીઓ પર ત્રાટકીને સોમવારે ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની ધરપકડ કર્યા પછી સંકુલમાં હજીપણ ૧૦૦ જેટલા વિદ્યાર્થી સંતાયેલા છે. પોલીસ યુનિવર્સિટીને ઘેરીનો ૨૪ કલાક પહેરો ભરી રહી છે. બુધવારની રાતે તેમણે ગટરલાઇન દ્વારા ભાગી છુટવા નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો. અગ્નિશમન દળે મેન હોલ બંધ કરી દેતાં તેમનો ભાગી છુટવાનો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ રાતે વોટરપ્રુફ બુટ ધારણ કરીને ટોર્ચની મદદથી રસ્તો શોધતાં ગટરલાઇન માર્ગે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ  પોલીસે તેમના આ પ્રયાસને પણ નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે બુધવારે છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

અમેરિકામાં દેખાવકારોને સમર્થન આપતા ખરડા પસાર થતાં ચીન વિફર્યું

લોકશાહી તરફી દેખાવકારોને લીલી ઝંડી આપતાં અમેરિકી કોંગ્રેસે હોંગકોંગમાં માનવ અધિકારના સમર્થનમાં બે ખરડા પસાર કરતાં ચીને પણ વળતી ચીમકી આપી છે કે તે ખરડા કાયદાનું સ્વરૂપ લેશે તો ચીન પણ વળતા પગલાં લેશે.ચીને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વીટો વાપરીને તે ખરડાને કાયદો બનતાં અટકાવવા અપીલ કરતાં જણાવ્યું છે કે તે પ્રમુખના હસ્તાક્ષર થતાં ખરડા કાયદાનું સ્વરૂપ લેશે તો તે પણ વળતા પગલાં લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન