Hong Kong Would Be 'Obliterated In Only 14 Minutes' If Not For Me : Says Donald Trump
  • Home
  • Featured
  • … તો માત્ર 14 જ મીનીટમાં હોંગકોંગને નેસ્તોનાબુદ કરી દેત ચીન : ડૉનાલ્ડ ટ્રમ્પનો ધડાકો

… તો માત્ર 14 જ મીનીટમાં હોંગકોંગને નેસ્તોનાબુદ કરી દેત ચીન : ડૉનાલ્ડ ટ્રમ્પનો ધડાકો

 | 10:59 pm IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉંનાલ્ડ ટ્રમ્પે હોંગકોંગમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને લઈને સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. તેમને કહ્યું છે કે, જો હું ના હોત તો ચીનના સૈનિકો 14 જ મીનીટમાં હોંગકોંગનું  નામો નિશાન મીટાવી દેત.

ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમના કહેવા પર જ હોંગકોંગમાં ચાલી રહેલા લોકતંત્રના સમર્થક પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ સૈન્ય મોકલ્યુ નહોતુ. 

હોંગકોંગમાં છેલ્લા કેટલાક સમયથી હોંગકોંગમાં ચીનના આપખુદ શાસન અને નિયમો વિરૂદ્ધ આંદોલનો થઈ રહ્યાં છે. લોકશાહી તરફી આ આંદોલનોને ચીન દબાવવા પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ આ આંદોલનો બંધ થવાનું નામ નથી લઈ રહ્યાં. લાખો લોકો આ આંદોલનમાં જોડાયા છે. આ આંદોલનોને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ઘટસ્ફોટ કરતા કહ્યું હતું કે, જો હું ના હોય તો માત્ર 14 જ મીનીટમાં હોંગકોંગનું નામોનિશાન મટી જાત.

ટ્રમ્પના દાવા પ્રમાણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે હોંગકોંગની બહાર લાખો સૈનિકો તૈનાત કરી રાખ્યા હતાં પરંતુ તે અંદર પ્રવેશી શકતા નહોતા કારણ કે મેં તેમને આમ ના કરવા સૂચના આપી હતી. મેં જિનપિંગને કહ્યું હતું કે, આમ કરવું તમારી મોટી ભૂલ સાબિત થશે. આ ઘટનાની વ્યાપાર સમજુતિ પર ખુબ જ નકારાત્મક પ્રભાવ પડશે.

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચીને અમેરિકાને ધમકી આપતા કહ્યું હતું કે, હોંગકોંગ તેમની આંતરીક બાબત છે અને તેમાં અમેરિકા હસ્તક્ષેપ ના કરે. અમેરિકાના સેનેટમાં લોકતંત્ર સમર્થકો માટે બે બિલ પાસ કરવામાં આવ્યા બાદ ચીને આ ધમકી ઉચ્ચારી હતી. 

ચીનના ઉપ વિદેશમંત્રીએ કહ્યું હતું કે, અમે બિલને તુરંત અસરથી રોકવાનો અમેરિકાને આગ્રહ કરીએ છીએ. અમેરિકાને ચેતવણીભર્યા સ્વરમાં તેમને કહ્યું હતું કે, જો તેઓ આ બિલને કાયદો બનતા પહેલા નિરશ નહીં કરે તો ચીન જવાબી કાર્યવાહી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન