શાનદાર સ્માર્ટફોન HONOR 6Xની કિંમતમાં ધરખમ ઘટાડો, ખરીદો માત્ર આટલા રૂપિયામાં – Sandesh
NIFTY 10,400.05 +21.65  |  SENSEX 33,849.23 +74.57  |  USD 64.6950 +0.49
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • શાનદાર સ્માર્ટફોન HONOR 6Xની કિંમતમાં ધરખમ ઘટાડો, ખરીદો માત્ર આટલા રૂપિયામાં

શાનદાર સ્માર્ટફોન HONOR 6Xની કિંમતમાં ધરખમ ઘટાડો, ખરીદો માત્ર આટલા રૂપિયામાં

 | 8:09 pm IST

હોનરના સ્માર્ટફોન પર ઓનલાઈન શોપિંગ વેબસાઈટ એમેઝોન ઈન્ડિયા 2000 રૂપિયા સુધીનો ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ બે રિયર કેમરાવાળા Honor 6Xના 4GB રેમવાળા મોર્ડલ પર આપવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત 3GB રેમ મોર્ડલ પર 1000 રૂપિયાનો ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે. ડિસ્કાઉન્ટ બાદ 4GB રેમવાળા મોર્ડલની કિંમત 13,999 રૂપિયા થઈ ગઈ છે.

જ્યારે 3GB રેમવાળા મોર્ડલની કિંમત 11,999 રૂપિયા રહી ગઈ છે. તે સાથે જ આ સ્માર્ટફોનને ખરીદવા પર વોડાફોન યૂઝર્સને 45GB ડેટા ફ્રિ મળશે. આ ઓફર્સ પોસ્ટપેડ અને પ્રિપેડ બંને ગ્રાહકો માટે છે. તે માટે વોડાફોન પ્રીપેડ યૂઝર્સને દર મહિને ઓછામાં ઓછા 1GBનું ડેટા રિચાર્જ કરાવવું પડશે, ત્યાર બાજ 9GB ડેટા તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થઈ જશે. આ ઓફર હેઠળ 5 મહિના સુધી 9GB 4G ડેટા ફ્રિ મળશે.

તે ઉપરાંત HONOR 6X સાથે 300 રૂપિયાનું કિંડલ બેલેન્સ પણ ફ્રિ મળશે. તે માટે માત્ર તમારા ફોનમાં કિંડલ એપ ડાઉનલોર્ડ કરીને સાઈન ઈન કરવાનું રહેશે. આ સ્માર્ટફોન 15 મહિનાની વોરંટી સાથે આવે છે. આ સ્માર્ટફોનને ખરીદ્યા બાદ જો એક મહિનાની અંદર ડિસ્પલે તુટી જાય છે, તો કંપની તેને ફ્રિમાં બદલી આપશે.

HONOR 6Xના ફિચર્સ:

ફિચર્સની વાત કરીએ તો ફોનમાં 5.5 ઈંચી ડિસ્પલે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 2.1 ગીગાહટ્ઝ અને 1.7 ગીગાહટ્ઝનું કિરીન 655 ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આના સ્માર્ટફોન બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. એક વેરિએન્ટમાં 3GB અને 32GB ઈન્ટરનલ મેમોરી અને બીજામાં 4GB રેમ અને 64GB ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે.

કેમેરાની વાત કરીએ તો, આમાં ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે, જેમાંથી એક કેમેરો 12 એમપીનો છે, જ્યારે બીજો કેમેરો 2 એમપીનો આપવામાં આવ્યો છે. તે ઉપરાંત સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ક્નેક્ટિવિટી માટે ફોનમાં હાઈબ્રિડ સિમ સ્લોટ આપવામાં આવેલો છે.