Honor લોન્ચ કરશે 4 કેમેરા વાળો આ સ્માર્ટફોન, જાણો તેના Specification & price – Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Honor લોન્ચ કરશે 4 કેમેરા વાળો આ સ્માર્ટફોન, જાણો તેના Specification & price

Honor લોન્ચ કરશે 4 કેમેરા વાળો આ સ્માર્ટફોન, જાણો તેના Specification & price

 | 4:17 pm IST

વાવેનો સ્માર્ટફોન Honor 9 lite 17 જાન્યુઆરી, બુધવારના રોજ ભારતમાં લોન્ચ થશે. કંપનીએ એક લોન્ચ ઈવેન્ટનું આયોજન કર્યું છે.

કંપનીએ પહેલા જ જણાવ્યુ હતું કે, નવા લોન્ચ થનારા ફોનમાં ક્વૉડ કેમેરા અને ગ્લાસ યૂનિબૉડી ડિઝાઈન હશે. આ ફોન ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર જ મળશે.

નીચે પ્રમાણે છે આ સ્માર્ટફોનના Specification & price

  • Honor 9 Lite ડ્યુઅલ સિમ સાથે એન્ડ્રોઈડ 8.0 ઓરિયો પર રન કરે છે.
  • આ ફોનમાં એક 5.65 ઈંચ ફુલ HD+ (1080×2160 પિક્સલ) IPS ડિસ્પ્લે છે.
  • આ ફોનમાં વાવે હાઈસિલિકૉન કિરિન 659 પ્રોસેસર આપવામાં આવેલ છે.
  • Honor 9 Lite ફોન બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે જે એક 3GB રેમ તેમજ 4GB રેમ.
  • આ સિવાય આ ફોનમાં 32GB અથવા 64GB સ્ટોરેજ વિકલ્પ આપવામાં આવ્યો છે, જેને માઈક્રોએસડી કાર્ડની મદદથી 256GB સુધી વધારી પણ શકાય છે.
  • આ ફોનમાં કેમેરાની વાત કરીએ તો રિયર કેમેરો 13 મેગાપિક્સલનો અને 2 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર છે. ફ્રંટમાં પણ આ જ કેમેરા સેટઅપ છે.
  • Honor 9 Lite ફોનના કેમેરામાં તમને 3D બ્યૂટી, બોકેહ ઈફેક્ટ, પેનોરેમા જેવા ફીચર્સ મળશે.
  • આ ફોનમાંફોન હાઈબ્રિડ ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યું છે.
  • આ હેન્ડસેટ એન્ડ્રોઈડ 8.0 ઓરિયો આધારિત EMUI 8.0 પર રન કરે છે.
  • Honor 9 Liteમાં 3000mAhની બેટરી આપવામાં આવી છે.
  • Honorએ 24 દિવસનો સ્ટેન્ડબાય ટાઈમ અને 3G નેટવર્ક પર 20 કલાક સુધીના ટૉક ટાઈમ આપવાનો દાવો કર્યો છે.
  • Honorએ આ સિવાય ફોનથી 13 કલાક સુધીનો વીડિયો પ્લેબેક, 86 કલાક સુધીનું મ્યુઝિક પ્લેબેક અને 4G ઈન્ટરનેટ ઉપયોગ કરવા પર 9 કલાકનો એક્સેસ ટાઈમ મળશે.
  • Honor 9 Liteના 3GB રેમ/32GB સ્ટોરેજ વાળા વેરિયન્ટની કિંમત ચીનમાં 1199 યુઆન(લગભગ 11700 રૂપિયા) છે.
  • Honor 9 Liteના 4GB રેમ/32GB સ્ટોરેજ વાળા વેરિયન્ટની કિંમત 1499 યુઆન(લગભગ 14600 રૂપિયા) છે.
  • Honor 9 Liteના 4GB રેમ/64GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1799 યુઆન(લગભગ 17500 રૂપિયા) છે.