Technology: Starting honor gala-festival from tomorrow
  • Home
  • Technology
  • આવતી કાલથી આ સ્માર્ટફોન કંપનીનો સેલ શરૂ, ઘણી પ્રોડક્ટ્સ પર મળશે 50% સુધીનું ડિસ્કાઉન્ટ

આવતી કાલથી આ સ્માર્ટફોન કંપનીનો સેલ શરૂ, ઘણી પ્રોડક્ટ્સ પર મળશે 50% સુધીનું ડિસ્કાઉન્ટ

 | 10:46 am IST

સ્માર્ટફોન બનાવતી કંપની Huwaeiની સબ બ્રાન્ડ Honorના ગાલા ફેસ્ટિવલની આવતી કાલથી શરૂઆત થવાની છે. તાજેતરમાં લોકોમાં સ્માર્ટફોનનો વધતો ક્રેઝ જોઇ મોબાઇલ કંપનીઓ તેમની પ્રોડક્ટને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે અવનવી ઓફરો લાવે છે. જેથી ગ્રાહકોને મહત્તમ ફાયદો થાય છે.

હરિફાઇના આ યુગમાં ટેક્નોલોજીના ક્ષેત્રમાં ટકી રહેવા ગ્રાહકોને સારી પ્રોડક્ટ ઓછા ભાવમાં આપવી પડે છે. માટે Huwaeiની સબ બ્રાન્ડ હોનરે ‘Honor Gala Festival’ની જાહેરાત કરી છે. આ ફેસ્ટિવલ 8 એપ્રિલથી શરૂ થઈને 12 એપ્રિલ સુધી ચાલશે. આ 5 દિવસીય સેલ દરમિયાન કંપની હોનર સ્માર્ટફોન્સ, ટેબલેટ્સ અને વિયરેબલ્સ પર 50 ટકા સુધી છૂટ મળશે. આ સેલનો ફાયદો ગ્રાહકો એમેઝોન અને ફ્લિપકાર્ડ બંન્ને પ્લેટફોર્મ પરથી લઈ શકશે. આ સાથે કંપનીએ જાણકારી આપી કે સેલ દરમિયાન 50 કરોડ રૂપિયાની ઓફર પણ સામેલ હશે.

સેલ દરમિયાન આપવામાં આવતા તમામ ઓફર્સનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ફ્લિપકાર્ટ પર એક માઇક્રોસાઇટ બનાવવામાં આવી છે. આ માઇક્રોસાઇટમાં સેલ દરમિયાન આપવામાં આવતી કેટલીક ઓફરોનું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં મુખ્ય રૂપથી Honor 9N, Honor 9 Lite, Honor 10 Lite, Honor 7A, Honor 7S, Honor 9i અને Honor 10નું નામ સામેલ છે.

આ સિવાય લિસ્ટ પ્રમાણે સેલ દરમિયાન Honor 9i 4GB/ 64GB વેરિએન્ટને 17,999 રૂપિયાની જગ્યાએ 10,999 રૂપિયા અને Honor 10 6GB/ 128GB વેરિએન્ટને 32,999 રૂપિયાની જગ્યાએ 24,999 રૂપિયામાં મળશે. તમને જણાવી દઈએ કે આ પ્રથમવાર નથી કે Huaweiની સબ બ્રાન્ડ Honorએ Honor Gala Festivalને હોસ્ટ કર્યો છે.

Honor 9N 4GB/ 64GB ને 13,999 રૂપિયાની જગ્યાએ 9,499 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. આ રીતે Honor 9 Lite 4GB/ 64GB વેરિએન્ટને 14,999 રૂપિયાની જગ્યાએ 9,499 રૂપિયા, Honor 10 Lite 4GB/ 64GB વેરિએન્ટને 13,999 રૂપિયાની જગ્યાએ 12,999 રૂપિયા, Honor 7A 3GB/ 32GB વેરિએન્ટને 8,999 રૂપિયાની જગ્યાએ 6,999 રૂપિયા અને Honor 7S 2GB/ 16GB વેરિએન્ટને 6,999 રૂપિયાની જગ્યાએ 5,499 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન