honor magic 2 3d launched with sliding mechanism screen
  • Home
  • Technology
  • 8GB રેમવાળો Magic 3D સ્માર્ટફોન, જાણો કિંમત અને જોરદાર ફિચર્સ

8GB રેમવાળો Magic 3D સ્માર્ટફોન, જાણો કિંમત અને જોરદાર ફિચર્સ

 | 4:39 pm IST

હુઆવેઇની સબબ્રાંડ Honorએ નવો સ્માર્ટફોન Honor Magic 2 3D લોન્ચ કરી દીધો છે. કંપનીએ આ ફોનને ચીનમાં જ લોન્ચ કર્યો છે. કંપનીએ હજુ સુધી ખુલાસો કર્યો નથી કે ભારતીય બજારોમાં તેને ક્યારે રજૂ કરવામાં આવશે. ભારતના સ્માર્ટફોન બજારમાં Honorની એક અલગ ઓળખ છે અને સ્માર્ટફોન લવર્સ ઓનર સ્માર્ટફોનના ફીચર્સને પસંદ કરે છે.

કંપનીએ આ વખતે સ્માર્ટફોનમાં સુરક્ષાને ધ્યાનમાં રાખતાં 3D સ્કેનર આપ્યું છે. કંપનીએ તેમાં ઇન્ટરનેટને ધ્યાનમાં રાખતાં એઝ ટૂ એઝ ડિસ્પ્લે આપી છે. કંપનીએ આ સ્માર્ટફોનને ચીનમાં લગભગ 60,000 રૂપિયાની કિંમતમાં બજારમાં ઉતાર્યો છે.

Honor Magic 2 3D ની વિશેષતા
ઓનર મેજિક 2 ના ખાસ ફિચર્સની વાત કરીએ તો કંપનીએ તેને ખાસ બનાવવામાં કોઇ કસર છોડી નથી. કંપનીએ તેમાં 6.4 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે જે ઓએલએડ ડિસ્પ્લે છે. Honor Magic 2 માં સ્લાઇડર ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેનું રિઝોલ્યૂશન 2340×1080 પિક્સલનું છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 19:5:9 નો છે. કંપનીએ આ ફોન એક જ વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે.

Honor Magic 2 નો કેમેરો ખાસ
ફોટોગ્રાફીને ધ્યાનમાં રાખતાં કંપનીએ Honor Magic 2 3D ના કેમેરા પર ખાસ કામ કર્યું છે. ફોનના બેક પર હુવાવે P20 જેવા વર્ટિકલ ટ્રિપલ કેમેરા સેટઅપ આપ્યો છે. કંપનીએ તેના રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપ્યો છે. તેમાં પ્રાઇમરી 16 મેગાપિક્સલનો છે જેને લો લાઇટ ફોટોગ્રાફીને ધ્યાનમાં રાખતાં 1.8નું અપર્ચર આપવામાં આવ્યું છે. બીજો કેમેરા 24 મેગાપિક્સલનો છે જે એક બ્લેક એન્ડ વાઇટ મોનોક્રોમ સેંસર સાથે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન