Honor 9i પછી હવે ચાર કેમેરા વાળો આ સ્માર્ટફોન ભારતમાં થશે લોન્ચ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Honor 9i પછી હવે ચાર કેમેરા વાળો આ સ્માર્ટફોન ભારતમાં થશે લોન્ચ

Honor 9i પછી હવે ચાર કેમેરા વાળો આ સ્માર્ટફોન ભારતમાં થશે લોન્ચ

 | 3:19 pm IST

Huaweiની સહાયક સ્માર્ટફોન મેકર Honorએ પહેલીવાર 4 કેમેરા વાળો સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો Honor 9i. હવે કંપની બીજા ક્વોડ કેમેરા સ્માર્ટફોન એટલે કે 4 લેન્સ કેમેરા વાળો ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે.

4 કેમેરા વાળો આગામી સ્માર્ટફોન Honor 9 Lite લેશે. તેને ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે. તેમજ તેનું વેચાણ માત્ર ફ્લિપકાર્ટ પર થશે.  4 કેમેરા સિવાય આ સ્માર્ટફોનની બીજી ખાસિયત તેની બોડી ગ્લાસની બનેલી છે.

જો કે, આ સ્માર્ટફોનને ગત વર્ષે ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેના બે વેરિયેન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. કિંમતની વાત કરીએ તો ચીનમાં આ સ્માર્ટફોનની કિંમત લગભગ 11,700 રૂપિયા છે, જ્યારે ટોપ મોડલની કિંમત લગભગ 15,600 રૂપિયા છે. ભારતમાં પણ તેની કિંમત આટલી જ રહેશે તેવી સંભાવના છે.

Honor 9 Liteના સ્પેસેફિકેશન્સ :

Honor 9 Liteમાં 5.65 ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં HiSilicon Kirin 659 ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં
આવી છે અને તેના બે મેમરી વેરિયેન્ટ છે. એક વેરિયેન્ટમાં 3GB રેમ છે, જ્યારે બીજામાં 4GB રેમ છે. ઈન્ટરનલ મેમરીમાં તમે 32GB અને 64GBમાંથી કોઈ એકને પસંદ કરી શકો છો. માઈક્રો એસડી કાર્ડ દ્વારા તમે મેમરી વધારી શકો છો.

ડિસ્પ્લેનો એસ્પેક્ટ રેશ્યો ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને 18:9 રાખવામાં આવ્યો છે. Honor 9 Liteમાં Android Oreo આધારિત EMUI 8.0
આપવામાં આવ્યું છે.

ફોટોગ્રાફી માટે તેમાં બે રિયર અને બે સેલ્ફી કેમેરા આપવામાં આવ્યા છે. ડ્યુઅલ કેમેરામાં એક કેમેરો 13 મેગાપિક્સલનો છે, જ્યારે બીજો 2 મેગાપિક્સલનો છે. એક જ જેવું સેટઅપ ફ્રંટ અને બેકમાં છે. જો કે, રિયર કેમેરામાં કેટલાંક ફિચર્સ છે જેને સેલ્ફી કેમેરાથી અલગ કરે છે. Honor 9 Liteમાં 3,000mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તે 20 કલાક સુધી ટોકટાઈમ આપશે.