હુક્કા પાર્લર પર પ્રતિબંધ હોવા છતાં રોકટોક વિના મોતના ખેલને પ્રોત્સાહન - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • હુક્કા પાર્લર પર પ્રતિબંધ હોવા છતાં રોકટોક વિના મોતના ખેલને પ્રોત્સાહન

હુક્કા પાર્લર પર પ્રતિબંધ હોવા છતાં રોકટોક વિના મોતના ખેલને પ્રોત્સાહન

 | 3:44 am IST

મુંબઈ, તા. ૨

ગુરુવારે કમલા મિલ કમ્પાઉન્ડની દુર્ઘટનામાં ૧૪ જણનાં મોત બાદ કેટલાય ઘાયલ થયા હતા. નજરે જોનારાઓનું અને વિશેષજ્ઞા પ્રમાણે આગનું કારણ હુક્કા મનાય છે. રાજ્યમાં હુક્કા પર પ્રતિબંધ હોવા છતાં અનેક ઠેકાણે હુક્કા પાર્લર ચાલી રહ્યા છે. સરકારી ઉદાસીનતા અને પબ માલિકોના કારણે મોતના ખેલ ચાલુ જ છે.

તાતા હોસ્પિટલના માથાના અને કેન્સર વિભાગના અધ્યક્ષ ડોક્ટર પંકજ ચતુર્વેદીએ કહ્યું હતું કે ૨૦૧૧થી હુક્કા પાર્લર પર પ્રતિબંધ છે, પરંતુ એ ફક્ત કાગળ પર હોય એવું લાગે છે. હુક્કાથી કેન્સર જ નથી થતું પણ આગ લાગવાની પણ શક્યતા રહેતી હોય છે. કમલા મિલ કમ્પાઉન્ડના અગ્નિકાંડનું એક કારણ હુક્કામાંથી નીકળતા તણખાની શક્યતા પણ જણાવાઈ રહી છે. હુક્કામાંથી નીકળતો ધુમાડો તમાકુ ઉત્પાદનોમાંથી નીકળતા ધુમાડા જેવો જ હોય છે. એના ધુમાડામાંથી ૭,૦૦૦થી વધારે કેમિકલ મળે છે અને ૬૦થી વધારે એવાં તત્ત્વો છે જે કેન્સરના કારણ હોય છે. આ નીકળનારો ધુમાડો હુક્કા પીનારની સાથે આજુબાજુના લોકોને પણ નુકસાન કરે છે. પ્રતિબંધ છતાં આનું સેવન કરનારાની સાથે એને પ્રોત્સાહન આપનાર ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. રેસ્ટોરાં – હોટેલ વગેરે જગ્યામાં હુક્કાનો ઉપયોગ કરનારા અનેક લોકોની જિંદગી ખતરામાં નાખે છે.

લોકોને ભ્રમિત કરવામાં આવે છે

વિશેષજ્ઞાએ જણાવ્યું હતું કે હુક્કા પર પૂરી રીતે પ્રતિબંધ છે એટલે એનું સીધું વેચાણ થતું નથી. હોટેલ, રેસ્ટોરાંના લાઇસન્સ લીધા બાદ

ચોરીછૂપીથી તો ક્યાંક ખુલ્લેઆમ હુક્કા પાર્લર ચાલી રહ્યા છે. લોકોને ભ્રમિત કરવા માટે તમાકુ રહિત જણાવી પ્રોત્સાહન આપવામાં આવે છે. હુક્કામાંથી નીકળતા ધુમાડામાંથી મોટી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ મળી આવે છે. ડો. પંકજ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે તમાકુવાળા હુક્કાનું સેશન લગભગ એક કલાક ચાલે છે, જેનો ઉપયોગ કરવાથી ૧૦૦ સિગારેટ જેટલી હાનિ થાય છે. તકલીફ એ છે કે વિના રોકટોક હુક્કા પાર્લર મોતના ખેલને પ્રોત્સાહન આપી રહ્યા છે.

;