Hookah smoking increases the risk of heart attack due to blood clotting: study
  • Home
  • Featured
  • હુક્કો પીવાથી બલ્ડ ક્લોટિંગના લીધે હાર્ટએટેકનું જોખમ વધી જાય છે : અભ્યાસ

હુક્કો પીવાથી બલ્ડ ક્લોટિંગના લીધે હાર્ટએટેકનું જોખમ વધી જાય છે : અભ્યાસ

 | 6:30 am IST
  • Share

  • ધૂમ્રપાન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

  • ફરી એકવાર આ રિસર્ચે સાબિત કરી દીધું

સ્મોકિંગ અંગે તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, હુક્કો પીવો જીવલેણ સાબિત થાય છે. તાજેતરના સંશોધનમાં જણાવાયું હતું કે, હુક્કા દ્વારા ધુમ્રપાન કરવાથી હાર્ટએટેક આવવાની શક્યતાઓ વધી જાય છે. સંશોધકોએ જણાવ્યું કે, હુક્કા દ્વારા ધૂમ્રપાન કરવાથી શરીરમાં ગમે ત્યારે લોહી ગંઠાઈ જાય છે અને હાર્ટએટેક આવી શકે છે.

આર્ટેરિયોસ્કલેરોસિસ થ્રોમ્બોસિસ એન્ડ વેસ્ક્યુલર બાયોલોજી જર્નલમાં આ અભ્યાસ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં જણાવાયું હતું કે, હુક્કા દ્વારા ધૂમ્રપાન કરવા દરમિયાન માત્ર 11 સેકન્ડમાં જ લોહીમાં ક્લોટિંગ થવાનું શરૂ થઈ જાય છે. સામાન્ય રીતે આ ઘટનામાં પાંચ મિનિટ લાગતી હોય છે.

યુનિવર્સિટી ઓફ ટેક્સાસના સંશોધકોએ જણાવ્યું કે, પિૃમના દેશોમાં હુક્કાનું પ્રમાણ વધી રહ્યું છે. લોકોને તેની લત ઓછી કરાવવા માટે સંશોધન કરવામાં આવી રહ્યા છે. તેમણે આ માટે ઉંદરો ઉપર પ્રયોગ કર્યો હતો. તેમણે ઉંદરોને એક કાચની કેબિનેટમાં મૂક્યા હતા. તેની સાથે હુક્કા જેવું જ એક મશીન લગાવવામાં આવ્યું હતું. તેમાં હુક્કાની જેમ નિકોટિન ખેંચાય અને ધુમાડો છૂટે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઉંદરો જે કેબિનમાં રાખવામાં આવ્યા હતા તેના ઉપર સમયાંતરે ધુમાડો છોડવામાં આવ્યો હતો. થોડા સમય પછી અભ્યાસમાં જાણવા મળ્યું કે, જે કેબિનમાં ધુમાડો છોડવામાં આવ્યો હતો તેમાં રાખેલા ઉંદરોનું સ્વાસ્થ્ય બગડયું હતું અને તેમના હૃદયને નુકસાન પહોંચ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો