hoop dancer dance on genda phool song with saree sneakers
  • Home
  • Featured
  • સાડી પહેરી રિંગ સાથે લઈ આ છોકરીએ કર્યો અદ્ભૂત ડાન્સ, થોડી જ વારમાં ટ્વીટર પર થયો ટ્રેન્ડ!

સાડી પહેરી રિંગ સાથે લઈ આ છોકરીએ કર્યો અદ્ભૂત ડાન્સ, થોડી જ વારમાં ટ્વીટર પર થયો ટ્રેન્ડ!

 | 5:03 pm IST

હૂપ ડાન્સર એશ્ના કુટ્ટીએ ‘ગેંદા ફૂલ’ પર જબરદસ્ત ડાન્સ કર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે સાડી પહેરીને નાચવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ તેમ છતાં તેણે આ ગીત પર હુલા હૂપ સાથે ડાન્સ કર્યો. આ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને આ ડાન્સને સૌથી જબરદસ્ત ગણાવ્યો.

23 વર્ષની અશ્ના કુટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ વીડિયો શેર કર્યો છે. તેનો વીડિયો તરત જ ટ્વિટર પર વાયરલ થવા લાગ્યો. લોકો તેના ડાન્સની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયોને તેની માતા અને પત્રકાર ચિત્રા નારાયણન દ્વારા ટ્વિટર પર રીટ્વીટ કરવામાં આવ્યો છે. તેણે વીડિયો શેર કરતાં લખ્યું કે, ‘સવારે હું ઘણા બધા વોટ્સએપ મેસેજ સાથે ઉઠી. મારી દીકરીને મળો, જેમણે #sreeflow ટ્રેન્ડ પર ડાન્સ કર્યો.

વીડિયોમાં તેની પુત્રી મરૂન સાડી અને સ્નીકર્સ પહેરીને દિલ્હી 6 ના પ્રખ્યાત ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.ડાન્સ કરતી વખતે તેણે હુલા હૂપનો પણ ઉપયોગ કર્યો હતો. ગુરુવારે આ વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો, જેણે અત્યાર સુધીમાં 3.3 લાખ વ્યૂ મળી ગયા છે. સેંકડો લોકોએ અશ્નાનો ડાન્સ જોઈને કોમેન્ટ કરી અને પ્રશંસા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન