Hope They Don't Burn Homes: Shiv Sena MP On PM's 'Diya' Appeal Over COVID-19
  • Home
  • Featured
  • PM મોદીની દીપ પ્રગટાવાની અપીલ પર શિવસેનાએ મજાક ઉડાડી, કહ્યું કે…

PM મોદીની દીપ પ્રગટાવાની અપીલ પર શિવસેનાએ મજાક ઉડાડી, કહ્યું કે…

 | 11:19 am IST

શિવસેનાના નેતા સંજય રાઉતેપીએમ મોદી દ્વારા કરેલી અપીલની મજાક ઉડાવી છે. પીએમ મોદીએ દેશની જનતાને અપીલ કરી છે કે તેઓ 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે તેમના ઘરોની લાઇટ બંધ કરી દીવડા, મીણબત્તીઓ અને મોબાઇલ ફ્લેશથી લાઇટ પ્રગટાવો. સંજય રાઉતે આ અપીલની મજાક ઉડાવી છે.

આપને જણાવી દઈએ કે શુક્રવારે વડાપ્રધાને એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે લોકોએ કોરોના વાયરસ સામેની લડતમાં દેશનું મનોબળ વધારવા આ પહેલ કરવી જોઈએ. રાજ્યસભાના સભ્ય રાઉતે કહ્યું કે જ્યારે લોકોને તાળીઓ મારવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેઓ રસ્તા પર એકઠા થયા અને ઢોલ પીટ્યા. હવે હું આશા રાખું છું કે તેઓ પોતાનું ઘર ના ફૂંકે.

પીએમ મોદીએ લોકોને અપીલ કરી, ‘આ રવિવારે 5 એપ્રિલના રોજ, દરેકે મળીને કોરોનાના સંકટના અંધકારને પડકારવો પડશે, તેને પ્રકાશની તાકાતનો પરિચય કરાવાનો છે. આ 5 એપ્રિલે આપણે 130 કરોડ દેશવાસીઓની મહાશક્તિનું જાગરણ કરવાનું છે. ઘરની તમામ લાઇટો બંધ કરીને, ઘરના દરવાજા પર કે બાલકનીમાં ઉભા રહીને 9 મિનિટ માટે મીણબત્તી, દીવો, ફ્લેશલાઇટ અથવા મોબાઈલ ફ્લેશલાઇટ પ્રગટાવો. અને તે સમયે જો તમે ઘરની બધી લાઈટો બંધ કરશો. ચારેય બાજુ જ્યારે દરેક વ્યક્તિ એક-એક દીવો પ્રગટાવશે ત્યારે પ્રકાશની એ મહાસત્તાનો અહેસાસ થશે, જેમાં એક જ હેતુ સામે આપણા બધા લડી રહ્યા છીએ, તે ઉજાગર થશે.

આ વીડિયો પણ જુઓ : કોરોનાને લઈ CRPFનો દેશને નામ સંદેશ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન