Surat The horrific event of robbery with Murder
  • Home
  • Gujarat
  • સુરત: લૂંટ વિથ મર્ડરની બની ભયાનક ઘટના, કાપડના વેપારીઓમાં ફફડાટ

સુરત: લૂંટ વિથ મર્ડરની બની ભયાનક ઘટના, કાપડના વેપારીઓમાં ફફડાટ

 | 5:14 pm IST

સુરતના કિમ નજીક નવાપરા GIDCમાં ઘોઝારી ઘટના બની છે. નવાપરા GIDCમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે. ફેક્ટરીના ચોકીદારની હત્યા કર્યા બાદ લૂંટારુઓએ ફેક્ટરીમાં લૂંટ કરી હતી. ફેક્ટરીમાંથી લાખો રૂપિયાના કિંમતી સાધનો લૂંટી લૂંટારુઓ ફરાર થયા છે. ઘટનાને લઈ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.

શિયાળાની શરૂઆત થતાની સાથે જ ચોર-લૂંટારુ ટોળકી સક્રિય થઈ જાય છે. શિયાળાની ગુલાબી ઠંડીમાં તસ્કર ટોળકીઓ ગેલમાં આવી જાય છે અને ચોરી,લૂંટ જેવી ઘટનાને અંજામ આપવામાં સફળ થાય છે. ત્યારે આજ પ્રમાણે લૂંટારુ ટોળકી લૂંટની ઘટનાને અંજામ આપવામાં સફળ રહી છે. લૂંટારું ટોળકીએ ચોકીદારની હત્યા કરી લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા છે.

સુરતના કિમ નજીક આવેલ નવાપુરા GIDC વિસ્તારમાં કાપડ બનાવતી ફેક્ટરીમાં ગત રાત્રીના સમયે લૂંટારુઓ ત્રાટકયા હતો. ફેક્ટરીના ધાબા ઉપરથી પ્રવેશ કરી લૂંટારુઓએ લૂંટ ની ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટારુ ટોળકીએ ફેક્ટરીની અંદર સુતેલા ચોકીદારને પણ નિશાન બનાવ્યો હતો. ઘણા સમયથી ફેક્ટરીની ચોકીદારી કરી રહેલા ચોકીદારની પણ લૂંટારુએ હત્યા કરી નાખી છે. લૂંટારુઓને જોઈ જાગી ગયેલા ચોકીદારને લૂંટારુઓએ પથ્થર વડે ઘા ઝીકી હત્યા કરી નાખી છે. અને ફેક્ટરીમાંથી લાખો રૂપિયાની લૂંટ કરી લૂંટારુઓ ફરાર થઇ ગયા છે.

લૂંટારુઓએ ચોકીદારની હત્યા કર્યા બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ફેક્ટરીમાંથી મશીનરીની તોડફોડ કરી કિંમતી સર્કિટો તેમજ સ્પેરપાર્ટની લૂંટ ચલાવવામાં આવી છે. કાપડ બનાવવાની 6 જેટલી મશીનરીઓમાંથી કિંમતી સાધનોની લૂંટારુઓએ લૂંટ ચલાવી છે. ત્યારે કાપડ બનાવવાના મશીનોની કિંમત કરોડો રૂપિયા થાય છે.

લૂંટારુઓ દ્વારા મશીનરીના મુખ્ય અને કિંમતી સાધનોની લૂંટ કરવામાં આવી છે. ત્યારે લૂંટારુઓએ મશીનરીમાંથી લાખો રૂપિયાના કિંમતી સાધનોની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા છે. લૂંટ વિથ મર્ડરની ઘટનાને લઈ નવાપુરા GIDC વિસ્તારના લોકમાં ભયનો માહોલ છે, ત્યારે કોસંબા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

લૂંટ વિથ મર્ડરની ઘટનાને લઈ નવાપુરા GIDC વિસ્તારમાં ચકચાર મચી છે. ત્યારે DYSP સહિત કોસંબા પોલીસ, એલસીબી પોલીસ તેમજ એસઓજી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ પોલીસ ડોગ સ્ક્વોડની મદદ લઇ આરોપીઓ સુધી પહોંચવા ના પ્રયાસો કરી રહી છે. ત્યારે જોવું એ રહ્યું કે લૂંટ વિથ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસ સફળ રહે છે કે કેમ?