Horrified! Man Dozens Of Cockroaches Hiding Inside Landline Phone
  • Home
  • Featured
  • …જ્યારે ફોનને રિપેર કરવા માટે ટેકનિશયને ખોલ્યો તો પાડી જોરથી ચીસ, સામે હતું ડરામણું દ્રશ્ય

…જ્યારે ફોનને રિપેર કરવા માટે ટેકનિશયને ખોલ્યો તો પાડી જોરથી ચીસ, સામે હતું ડરામણું દ્રશ્ય

 | 10:56 am IST

ઑસ્ટ્રેલિયામાં રહેતા એક વ્યક્તિ એ જ્યારે જૂનો લેન્ડલાઇન ફોન ખોલીને જોયો તો તેઓ દંગ રહી ગયા. તેને ફોનની અંદર ડઝનબંધ મરેલા વંદા પડેલા મળ્યા. આ ઘટનાનો વીડિયો પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કરી દીધો. વીડિયોને શેર કરતાં તેમણે કહ્યું હતું કે જ્યારે હું એક ઘરમાં કામ કરી રહ્યો હતો ત્યારે આ દરમ્યાન ઘરના ઓનરે મને ફોન જોવા માટે કહ્યું. જ્યારે મેં તેને ખોલીને જોયું તો સામે આવ્યું ડરામણું દ્રશ્ય.

આ ઘટના તાજેતરમાં સિડનીમાં સામે આવી. એક ટેકનિશયન એક મકાનમાં રિપેરિંગનું કામ કરી રહ્યો હતો ત્યારે ઘરની એક દિવાલ પર લટકેલા લેન્ડલાઇન ફોનને રિપેર કરવાનું મકાન માલિકે કહ્યું. મકાનમાલિકે કહ્યું કે આ ફોનમાંથી અવાજ બરાબર સંભળાતો નથી તે ખૂબ જ ગંદો પણ થઇ રહ્યો છે. ત્યારબાદ ટેકનિશયન ફોન રિપેર કરવા લાગ્યો. ફોનની સફાઇ માટે જ્યારે ટેકનિશયને ખોલ્યો તો અંદર ઢગલાબંધ વંદા મરેલા પડ્યા હતા. આ દરમ્યાન આ ઘટનાનો વીડિયો પણ શુટ કરી લીધો. આ વીડિયો ટેકનિશયને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી દીધો. જોનારા અલગ-અલગ કમેન્ટસ કરવા લાગ્યા.

કેટલાંક લોકો એ આ વીડિયોને ધૃણાસ્પદ ગણાવ્યો તો કેટલાંક લખ્યું કે કમ સે કમ તે મરેલા તો હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન