હોરર-કોમેડી બંને પ્રકારની ફ્લ્મિો ચાલે છે! - Sandesh
NIFTY 10,992.65 -26.25  |  SENSEX 36,514.43 +-27.20  |  USD 68.6650 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • હોરર-કોમેડી બંને પ્રકારની ફ્લ્મિો ચાલે છે!

હોરર-કોમેડી બંને પ્રકારની ફ્લ્મિો ચાલે છે!

 | 4:12 am IST

વધુ એક હોરર ફ્લ્મિ આજે રજૂ થઈ રહી છે. હોરર ફ્લ્મિ ખરેખર રોમાંચ અને મનોરંજનનો ખજાનો બની રહે છે. આપણા હિન્દી સિનેજગતમાં પણ હોરર ફ્લ્મિોનો યુગ ભવ્યતાથી આરંભાયો હતો, પરંતુ ધીમેધીમે નબળા ફ્લ્મિસર્જકો હોરર ફ્લ્મિ ઓછા ખર્ચે સરળતાથી બની જાય એવી માન્યતા સાથે આવી ફ્લ્મિો બનાવવા લાગ્યા ત્યારથી હોરર ફ્લ્મિોની મથરાવટી મેલી થઈ ગઈ છે. એટલે કે હોરર ફ્લ્મિોની છાપ બગડી ગઈ છે.

જોકે આજે રજૂ થઈ રહેલી ફ્લ્મિ માયા ટેપમાં મુખ્ય અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી હોવાથી આશા જાગે છે કે ફ્લ્મિ ખરેખર માણવા લાયક હશે. નવાઝુદ્દીન સિદ્દીકી નકામી લાગતી ભૂમિકાને પણ વાસ્તવિક અને યાદગાર બનાવી દેવા માટે જાણીતો છે. ફ્લ્મિમાં હીરોઈન તરીકે ચમકી રહેલી વિશાખા સિંઘ પણ અભિનયમાં જબરદસ્ત હથોટી ધરાવે છે. એટલે જ આશા જાગે છે કે ફ્લ્મિ માણવાલાયક જરૂર બની હશે.

વિશાખા સિંઘ સાથે ફ્લ્મિ વિશે વાત કરી તો એ કહે, આ મારી સૌથી પહેલી ફેર્મ્યુલા ફ્લ્મિ છે.

ફ્લ્મિની વાર્તા શું છે?

એ તો ન કહી શકું, માત્ર એટલું કહીશ કે ટીવી રીપોર્ટર દેવિકા અને કેમેરામેન સૌરભ એક બંધ પડેલી મનોરોગ હોસ્પિટલની સ્થિતિ તપાસવા જાય છે. બધા કહે છે કે તેમાં માયા ચુડેલનો ત્રાસ છે. દેવિકા એટલે કે હું અને સૌરભ એટલે કે નવાઝ અમે બંને માનીએ છીએ કેે આ ચુડેલની વાત સાચી નથી. કોઈ સ્થાપિત હિતોએ પોતાનો ગેરકાયદે કારોબાર ચલાવવા આ અફ્વા ઉપજાવી કાઢી છે. સાચી વાત બહાર લાવવા અમે હોસ્પિટલના અવાવરૂ બિલ્ડિંગમાં પ્રવેશ કરીએ છીએ. એ પછી જે સત્યો બહાર આવે છે એ તમારે આજે ફ્લ્મિ જોઈને માણવા પડશે.

આ તારી પહેલી હિન્દી ફ્લ્મિ છે, તો હોરર કેમ પસંદ કરી?

ફ્લ્મિની વાર્તા સારી છે. મારો સહકલાકાર પાવરફ્ુલ છે. વળી હોરર ફ્લ્મિો સફ્ળતાનો સારો ગ્રાફ્ ધરાવે છે. દર બે ફ્લ્મિે એક સફ્ળ થાય છે. કારણ કે એમાં સફ્ળતાની ચોક્કસ ફેર્મ્યુલા હોય છે.

એમ તો કોમેડી ફ્લ્મિોય સફ્ળ થાય છે, એવી ફ્લ્મિ કેમ નહીં?

હા, હોરર અને કોમેડી બંને ચાલે છે. આ ફ્લ્મિ નાના ટાઉનની રહસ્ય થ્રીલર છે.

નવાઝ કેવો છે?

એ ખૂબ સ્પોન્ટેનિયસ છે. દર રિહર્સલમાં કશુંક નવું કરે અને ફઈનલમાં વળી કશુંક નવું કરે! મને ખૂબ શીખવા મળ્યું. એની સાથે હું બીજી ફ્લ્મિ પેડનર્સ પણ કરું છું. એ ફ્લ્મિ લંચબોક્સના સર્જક બનાવે છે.

બીજી કઈ કઈ ફ્લ્મિો કરે છે?

એક તમિલ અને તેલુગુ ભાષાની ફ્લ્મિ છે, એક મલયાલમ ફ્લ્મિની વાત ચાલી રહી છે. બીજી ભાષાઓની ફ્લ્મિોની પણ વાત ચાલી રહી છે.

આ ફ્લ્મિ વિશે શું માને છે?

ફ્લ્મિ ખરેખર માણવાલાયક બની છે. મને તો ખાતરી છે કે બધાને ગમશે. ફ્લ્મિ સારો દેખાવ કરે અને બધા મારી નોંધ લે એવી પ્રાર્થના કરું છું.

ફ્લ્મિનું પ્રમોશન કેવું ચાલે છે?

હું તો ખૂબ મહેનત કરી રહી છું. જાતજાતના શોમાં જઉં છું, જ્યાં હિન્દી સિનેજગતનું બુદ્ધિધન ભેગું થવાનું હોય એવા પેનલ ડિસ્કશનમાં ભાગ લઉં છું. એમાંથી મને પણ ઘણું શીખવા મળે છે.

આવા કાર્યક્રમોથી તને કોઈ લાભ થયો?

આવા કાર્યક્રમોમાં સિનેજગતના દિગ્ગજ લોકોની મુલાકાત થઈ જાય છે. હમણાં દિલ્હીમાં મોહલ્લા લેન્ગ્વેજ બ્લોગ દ્વારા આયોજિત બહસ કલમ કાર્યક્રમમાં ગઈ હતી. ત્યાં આનંદ એલ. રાય, અનુરાગ બાસુ, સુભાષ ગુપ્તા વગેરે સર્જકો સાથે મુલાકાત થઈ. એમની સાથે વાત કરવાની મઝા આવી. આ સર્જકો મહિલા પાત્રોને મહત્ત્વ મળે એવી ફ્લ્મિો બનાવી રહ્યા છે.