Horse become unpredictable during Baarat
  • Home
  • Videos
  • વરઘોડામાં ઘોડી બની બેકાબૂ, જાનૈયાઓને લીધા ધડાધડ અડફેટે, જુઓ Video

વરઘોડામાં ઘોડી બની બેકાબૂ, જાનૈયાઓને લીધા ધડાધડ અડફેટે, જુઓ Video

 | 4:21 pm IST

લગ્નમાં વરઘોડામાં ઘોડી રાખવી ક્યારેક ભારે પડી શકે છે. આવું જ કંઈક થયું છે સૌરાષ્ટ્રમાં. જ્યાં એક લગ્ન સમારોહમાં જાનૈયાઓ વરઘોડામાં ગરબાની મજા માણી રહ્યા હતા. વરરાજાની ફરતે જાનૈયાઓ ગરબે ઘૂમી રહ્યા હતા, ત્યારે વરરાજા ઘોડી પર બેઠો હતો. ત્યારે કોઈ કારણોસર ઘોડી ભડકી અને જાનૈયાઓને હડફેટે લીધા હતા.

વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, ઘોડી જાનૈયાઓને હડફેટે લઈ રહી છે. જાનૈયાઓમાં નાસભાગ મચી હતી. સૌરાષ્ટ્રના કોઈ ગામનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.