HOT photos of Hina Khan's saree on social media went viral
  • Home
  • Featured
  • સોશિયલ મીડિયામાં હિના ખાનની સાડીમાં એકદમ HOT તસવીરો થઇ વાયરલ

સોશિયલ મીડિયામાં હિના ખાનની સાડીમાં એકદમ HOT તસવીરો થઇ વાયરલ

 | 9:11 am IST


ટીવી અભિનેત્રી હિના ખાન તેની સુંદરતાના કારણથી સોશિયલ મીડિયાની ખૂબ પ્રખ્યાત સેલિબ્રીટીમાંથી એક છે. તેની ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ઘણા ફેન છે. હાલ તે ન્યૂયોર્કમાં છે અને તે સતત તેના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી રહી છે. જેમા તેનો હાલ સાડી અવતાર સામે આવ્યો છે. જોકે, હિનાએ આવો અવતાર એટલા માટે ધારણ કર્યો છે કે તે ન્યૂયોર્કમાં આયોજિત ઇન્ડિયા ડે પરેડમાં ભાગ લીધો હતો. જેથી પૂર્ણ રીતે ઇન્ડિયન ટ્રેડિશનલ લુકમાં નજરે પડી.

હિનાએ ન્યૂયોર્કમાં ઇન્ડિયા ડે પરેડમાં ભાગ લીઘો અને દેશને રિપ્રેજેન્ટ કરતા તિરંગો પણ ફરકાવ્યો. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે. જેમા હિનાએ બનારસી સાડી પહેરી હતી. બ્લેક અને ઓરેન્જ કલરની સાડીમાં તે સુંદર લાગી રહી છે. તેમા તેને કાનમાં ઝૂમકા અને બ્લેક કલરની બિંદી લગાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન