Hotel-restaurant housefull in Dubai for India-Pakistan match
  • Home
  • Sports
  • Cricket
  • T20WC 2021: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોનો ભાવ આસમાને

T20WC 2021: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોનો ભાવ આસમાને

 | 4:15 pm IST
  • Share

  • ભારત-પાકિસ્તાન મેચ પહેલા ફેન્સનો ઉત્સાહ
  • દુબઇમાં હોટલ-રેસ્ટોરાં હાઉસફુલ
  •  ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોના કાળાબજાર

ક્રિકેટને લઇ ફેન્સની દીવાનગી સાતમા આકાશ પર છે. દુબઇમાં દરેક બાજુ વર્લ્ડકપના પોસ્ટરો નજર આવી રહ્યા છે. દરેક લોકો ભારત-પાકિસ્તાન મુકાબલાને જોવા માગે છે. પરંતુ સ્ટેડિયમમાં કેટલાક નસીબદારોને એન્ટ્રી મળશે. રવિવારે યોજાનાર આ મેચની ટિકિટો બે દિવસ પહેલા જ બુક થઇ ગઇ છે. શરૂઆતની 30 મિનિટમાં જ ટિકિટનું વેઇટિંગ 13 હજારની પાર પહોંચી ગયુ હતું. પરંતુ લોકોએ હજુ પણ ટિકિટની આશા છોડી નથી. મેચનો આનંદમ માણવા માટે ભારત અને પાકિસ્તાનથી ફેન્સ સતત દુબઇ પહોંચી રહ્યા છે. પરંતુ હોટલો પણ ફુલ થઇ ગઇ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, આ મહામુકાબલા માટે અમેરિકા અને કેનેડાથી પણ લોકોએ પેકેજ બુક કરાવ્યા છે. દુબઇની ટ્રાવેલ કંપનીઓ અનુસાર, મેચની ટિકિટ સાથે એક રાતના રોકાણ માટે 500 પેકેજ જાહેર કર્યા હતા, પરંતુ તે તમામે તમામ બુક થઇ ગયા છે. જેમા એક પેકેજની કિંમત 40,700 રૂપિયા હતી, ત્યાંજ દુબઇમાં રેસ્ટોરા અને બાર પણ લોકોને નવી-નવી ઓફરો આપી રહ્યા છે.

હવે નથી મળી રહી ટિકિટ

ભારત-પાકિસ્તાન મહામુકાબલાની તમામ ટિકિટો શરૂઆતની 30 મિનિટમાં જ વેચાણ થઇ ગઇ. વેટિંગ લિસ્ટ પણ 13 હજારની પાર પહોંચી ગયુ. ઘણી વેબસાઇટ પર 4 થી 5 ઘણી કિંમત પર ટિકિટો વેચાઇ રહી છે. સૌથી મોંઘી કિંમત 2 લાખ રૂપિયા પણ છે. જે સામાન્યથી લગભગ 33 ઘણી વધારે છે. અલગ-અલગ સ્ટેન્ડના ભાવ પણ અલગ-અલગ છે. ટિકિટોમાં સૌથી ઓછી કિંમત 12,500 રૂપિયા છે. આ સિવાય 31,200 રૂપિયા અને 54,100 રૂપિયામાં પ્રીમિયમ અને પ્લેટિનમ સ્ટેન્ડ માટે ટિકિટો ખરીદવાની પ્રશંસકો પાસે તક હતી.

મોંઘી જાહેરાત

મીડિયા રિપોર્ટસ અનુસાર, ટીવી પર પણ ખુબ જ મોટી જાહેરાતો વેચાણ થઇ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે 10-10 સેકન્ડના સ્લોટ 25 થી 30 લાખ રૂપિયામાં વેચાણ થઇ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ પહેલા આટલી મોંઘી જાહેરાતો વેચાણ થઇ નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો