Hotstar takes down ‘Koffee With Cricketer’ Episode featuring Hardik Pandya
  • Home
  • Entertainment
  • Bollywood
  • હાર્દિક પંડ્યાના વિવાદાસ્પદ નિવેદનનો રેલો કરણ જોહર સુધી પહોંચ્યો, આખે આખો શો હટાવ્યો

હાર્દિક પંડ્યાના વિવાદાસ્પદ નિવેદનનો રેલો કરણ જોહર સુધી પહોંચ્યો, આખે આખો શો હટાવ્યો

 | 12:57 pm IST

ફિલ્મમેકર કરણ જોહરનો ચેટ શો ‘કૉફી વિથ કરણ-6’ હાલ ઘણો ચર્ચામાં છે. ગત રવિવારે તેમના શોમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પાંડ્યા અને કેએલ રાહુલે હાજરી આપી હતી. શોનો આ એપિસોડ વિવાદોમાં ઘેરાયેલો છે.

હવે અહેવાલ એવા મળી રહ્યા છે કે આ એપિસોડને હોટસ્ટારમાંથી પણ હટાવી લેવામાં આવ્યો છે. જો કે, હાર્દિક પંડ્યાએ શોમાં અમુક એવા નિવેદન આપ્યા કે, તેનાથી તેઓ ટ્રોલર્સના નિશાને આવી ગયા હતા. એટલે સુધી કે, BCCI પણ તેમના પર કાર્યવાહી કરી શકે છે.

View this post on Instagram

Hard work and hustle ♠️🔥 📸 @colstonjulian

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

નિંદાના ઘેરામાં આવ્યા બાદ પંડ્યાએ બુધવારે પોતાના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર પ્રશંસકોની માફી માંગી હતી. પંડ્યાએ લખ્યું કે, ‘કૉફી વિથ કરણ-6’માં મારા નિવેદન પર ધ્યાન આપતા હું તે તમામ લોકોની માફી માંગું છું. જેમનું મેં કોઇ પણ રીતે દિલ દુભાવ્યું હોય. ઇમાનદારી પૂર્વક કહૂં તો હું શોના અંદાજને જોતા વધારે ખૂલી ગયો છું. હું કોઇને બેઇજ્જતી કરવા નહોતો માંગતો કે કોઇની ભાવનાઓને પણ દુ:ખ પહોંચાડવા નહોતો માંગતો. રિસ્પેક્ટ.

કયા નિવેદનને લઇને છે વિવાદ?
પંડ્યાના શો દરમિયાન પોતાની ખાનગી જિંદગી સાથે જોડાયેલા અમુક સવાલોનો જવાબ આપ્યો હતો. તેમને તે દરમિયાન રિલેશનશિપ, ડેટિંગ અને મહિલાઓ સાથે જોડાયેલા સવાલોનો જવાબ આપ્યો હતો. પંડ્યાએ જણાવ્યું કે, મારા પરિવારજનોના વિચાર ઘણા ખુલ્લા છે. તે પોતાના ફેમિલીથી ઘણો ફ્રેંક છે. જ્યારે તેમને પહેલી વખત કોઇ યુવતીની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો ત્યારે તેને ઘરે આવીને જણાવ્યું હતું.

તેના સિવાય તેમને જણાવ્યું કે, એક વખત તે પોતાના પેરેન્ટ્સને પાર્ટીમાં લઇને ગયો, જ્યાં માતા-પિતાએ હાર્દિકને પુછ્યું કે કઇ મહિલાને તું જોઇ રહ્યો છે? તેને એક પછી એક તમામ મહિલાઓ તરફ આંગળી દેખાડીને કહ્યું કે, હું તમામને જોઇ રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન