કલાકો સુધી ફક્ત મગજનો ઉપયોગ કરવાથી રાસાયણિક સંતુલન ખોરવાય છે : અભ્યાસ - Sandesh
  • Home
  • Newspaper
  • કલાકો સુધી ફક્ત મગજનો ઉપયોગ કરવાથી રાસાયણિક સંતુલન ખોરવાય છે : અભ્યાસ

કલાકો સુધી ફક્ત મગજનો ઉપયોગ કરવાથી રાસાયણિક સંતુલન ખોરવાય છે : અભ્યાસ

 | 12:32 am IST

જો ઓફિસમાં તમારી આસપાસ કોઈ ન હોય અને સતત આઠ કલાક તમે મગજનો ઉપયોગ કરીને કામકાજમાં વ્યસ્ત રહો તો દિવસના અંતે તમે ખૂબ થાક અનુભવો છો. સંશોધકોના મતે કામકાજનો થાક એ ફક્ત ફિઝિકલ એક્ટિવિટી કરવાથી જ લાગે તેવું નથી. મગજને વધારે પડતું કામ કરવું પડે ત્યારે પણ શરીર અને મગજ બંનેને થાક લાગે છે, જોકે શરીર અને મગજ શા માટે આટલું બધું થાકી જાય છે તે અંગેનાં ચોક્કસ કારણો હજી વૈજ્ઞા।નિકો શોધી શક્યા નથી. જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના મનોચિકિત્સક અને ધ મોલેક્યૂલ ઓફ મોરના લેખક ડો. ડેનિયલ લિબરમેન દ્વારા વ્યક્તિનું મગજ શા માટે થાકી જાય છે અને જ્યારે તમે થાક અનુભવો ત્યારે શું કરવું જોઈએ તે અંગે તેમના અનુભવો અને સંશોધનો રજૂ કરાયાં છે. કલાકો સુધી મગજનો ઉપયોગ કરવાથી શરીરનું રાસાયણિક સંતુલન ખોરવાય છે. ઓફિસમાં ફક્ત મગજના ઉપયોગની સાથે શારીરિક એક્ટિવિટી પણ જરૂરી છે. અમેરિકામાં હવે ફક્ત ૨૦ ટકા જોબ્સમાં જ ફિઝિકલ એક્ટિવિટીની જરૂર પડે છે, આથી વ્યક્તિ મગજનો વધુ પડતો ઉપયોગ કરવાથી વધુ થાક અને કંટાળો અનુભવે છે.

આપણે માત્ર શરીર કે મગજથી જ કામ કરવા માટે સર્જાયા નથી

આપણું મગજ એ શરીરનું એક મહત્ત્વનું અને જટિલમાં જટિલ અંગ છે અને શરીરનાં અન્ય અંગો સાથે તે અનેક રીતે જોડાયેલું છે. શરીરને જે પ્રકારનાં હલનચલનની કે કામની જરૂર હોય તે પ્રમાણે જુદી જુદી સર્કિટ એકબીજા સાથે કામ કરે છે, તેમાં કોઈપણ જાતનો શારીરિક શ્રમ કે પેપરવર્કનો સમાવેશ થાય છે. આપણે જ્યારે ઓફિસમાં પેપરવર્ક કરીએ કે મગજનો ઉપયોગ કરીને કોઈ કામ કરીએ ત્યારે આપણે બગીચામાં ગાર્ડનિંગ કરતાં જે થાક લાગે તેનાં કરતાં વધુ થાક લાગે છે, જ્યારે શારીરિક થાક લાગે ત્યારે આપણે ઊંઘ ખેંચીને તે થાક ઉતારીએ છીએ પણ જ્યારે મગજનો થાક લાગે ત્યારે તે ઊંઘથી દૂર થતો નથી કે સારી રીતે ઊંઘ પણ આવતી નથી. આનું એક કારણ એ છે કે આપણે શરીરનો કે મગજનો જે રીતે ઉપયોગ કરવો જોઈએ તે રીતે ઉપયોગ કરતાં નથી. આપણે આ માટે કોઈ કાર્ય કરવામાં શરીર અને મગજનું સંતુલન જાળવવા પ્રયાસ કરીએ છીએ. ઓફિસમાં ડેસ્કવર્ક આપણાં જીવનને બેઠાડુ બનાવે છે અને આપણે ત્યાં ફક્ત આપણા મગજનો જ ઉપયોગ કરીએ છીએ. શારીરિક હલનચલન કરતા નથી, આને કારણે શરીરમાં રાસાયણિક સંતુલન ખોરવાય છે અને શરીરની શક્તિનો ઓછો ઉપયોગ થાય છે, આથી આપણે જલદીથી થાક અને કંટાળો અનુભવીએ છીએ.

કામના સ્થળે જ્યારે કોઈ કામ અચાનક બદલવાનું આવે ત્યારે વધારે થાક લાગે છે

આપણી પાસે જ્યારે સંસાધનો હોય ત્યારે આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ અને શારીરિક તેમજ માનસિક એમ બંને પ્રકારના શ્રમનો ઉપયોગ કરીએ છીએ. તમારી પાસે જે વસ્તુ હોય છે તેનો ઉપયોગ કરવામાં જ મગજ લડાવવાનું હોય છે પણ જ્યારે આપણી પાસે સંસાધનો નથી ત્યારે આપણે તેને એકઠાં કરવા અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે વિચારીને ભાવી સંભાવનાને ધ્યાનમાં લઈએ છીએ, પરિણામે મગજ વધુ થાક અનુભવે છે, જોકે આપણી પાસેનું દૃઢ મનોબળ આપણને તે કામ કોઈપણ રીતે પૂર્ણ કરવાની સમજ અને શક્તિ આપે છે. ઓફિસનું વાતાવરણ જ એવું હોય છે કે આપણને ત્યાં કોઈ કારણ વિના વધારે માનસિક થાક લાગતો હોય છે, જ્યારે કોઈ કામ અચાનક બદલવાનું આવે ત્યારે પણ વધારે થાક લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન