ગરોળી શરીર પર પડે તો લાભ થાય કે નુકસાન, જાણો અહિં - Sandesh
  • Home
  • Astrology
  • ગરોળી શરીર પર પડે તો લાભ થાય કે નુકસાન, જાણો અહિં

ગરોળી શરીર પર પડે તો લાભ થાય કે નુકસાન, જાણો અહિં

 | 4:51 pm IST

ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં શુકન અને અપશુકનનું પણ વિશેષ મહત્વ છે. તેને ઈશ્વરીય સંકેત માનવામાં આવે છે. દિવસભરમાં આપણી આસપાસ એવી અનેક ઘટનાઓ ઘટતી હોય છે જે આપણને આવનારા સમય વિશે સુચિત કરતી હોય છે. આવી જ એક  ઘટના છે ગરોળીનું પડવું. ગરોળી જો અચાનક તમારા પર પડે તો તે કેટલાંક શુકન અપશુકન તરફ સંકેત કરે છે.  તો આજે જાણો કે પક્ષીશુકનશાસ્ત્ર અનુસાર શરીરનાં વિવિધ અંગો પર ગરોળી પડી હોય તો તેની શું થાય અસરો.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પુરુષના જમણા અને સ્ત્રીના ડાબા અંગ પર ગરોળી પડે તો તેને શુભ માનવામાં આવે છે. નિષ્ણાંતોનું જણાવવું છે કે ગરોળી શરીર પર પડ્યા પછી સ્નાન કરવું જ જોઈએ. જોકે કેટલીક સ્ત્રીઓને જમણાં અંગ પર ગરોળી પડે તે શુભ અસર આપનારી નિવડે છે. આ એક વ્યક્તિગત અભ્યાસ માંગી લેતો હોય છે. પણ જે અંગ પર પડે તેનું આવું ફળ મળે છે.
ગરોળીના અંગ પર પડવાથી શું થાય

– જો ગરોળી માથા પર પડે તો સંપત્તિ મળવાની શક્યતા વધી જાય છે.
– જમણા કાન પર ગરોળી પડે તો નવાં કપડાં અને ઘરેણાં મળી શકે છે.
– ડાબા કાન પર ગરોળી પડે તો આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.
– નાક પર ગરોળી પડવાનો અર્થ એ છે કે તમારો ભાગ્યોદય ઝડપથી થશે.
– ડાબા ગાલ પર ગરોળી પડે તો નજીકના ભવિષ્યમાં જ જૂના મિત્રો સાથે મુલાકાત થશે.
– જમણા ગાલ પર ગરોળી પડે તો તે જાતક રોગમુક્ત થશે અને તેનું આયુષ્ય પણ વધશે.
– ગરદન પર ગરોળી પડે તો તે જાતકને યશ, પ્રતિષ્ઠા મળે છે.
– દાઢી પર ગરોળી પડવાનો અર્થ એ છે કે તમારી સાથે ટૂંક સમયમાં કોઈ ભયાનક ઘટના ઘટવાની છે.
– જે પુરુષની મૂછ પર ગરોળી પડે છે તેને માન-સન્માન મળે છે.
– જે જાતકની ભ્રમરો પર ગરોળી પડે છે તેને ધનહાનિ થાય છે.
– ડાબી આંખ પર ગરોળી પડે તો કોઈ ને કોઈ પ્રકારનું નુકસાન થાય છે.
– જમણી આંખ પર ગરોળી પડવાનો અર્થ એ છે કે ખૂબ જ જલદી તમારી મનસંદ વ્યક્તિ સાથે મુલાકાત થશે.
– પીઠ પર જમણી બાજુ ગરોળી પડે તો સુખની પ્રાપ્તિ થાય છે.
– પીઠ પર ડાબી બાજુ ગરોળી પડે તો તે જાતકને રોગ થવાની શક્યતા રહે છે.
– જમણા ખભા પર ગરોળી પડે તો અનેક મુશ્કેલ જણાતાં કાર્યોમાં સફળતા મળે છે.
– ડાબી બાજુના ખભા પર ગરોળી પડે તો તે જાતકના શત્રુઓમાં વધારો થાય છે.
– જમણા હાથ પર ગરોળી પડે તો આકસ્મિક ધનલાભ થાય છે.
– ડાબા હાથ પર ગરોળી પડે તો તે જાતકની સંપત્તિ લૂંટાય છે.
– જમણી હથેળી પર ગરોળી પડે તો નવાં કપડાં પહેરવા મળે છે.
– ડાબી હથેળી પર ગરોળી પડે તો આકસ્મિક ધનહાનિ થાય છે.
– ડાબા પગ અથવા એડી પર ગરોળી પડવાનો અર્થ એ છે કે બહુ જલદી જીવનમાં દુઃખ આવશે, ઘરમાં કલહ-કંકાશ થશે.