આ છોડ વાવીને ઘરની અંદર બનાવો ગાર્ડન - Sandesh
  • Home
  • Lifestyle
  • આ છોડ વાવીને ઘરની અંદર બનાવો ગાર્ડન

આ છોડ વાવીને ઘરની અંદર બનાવો ગાર્ડન

 | 12:57 pm IST

દરેક વ્યક્તિને પોતાના સપનાનું ઘર બનાવવાની ઈચ્છા હોય છે અને ઘરમાં એક નાનું ગાર્ડન રાખવાની ઈચ્છા હોય છે પરંતુ ઘરમાં ઓછી જગ્યા હોય તો કેટલાંક લોકોનું ગાર્ડન બનાવવાની ઈચ્છા પુરી નથી થઈ શકતી. તમે ઘરની બહાર મોટું ગાર્ડન બનાવવાની જગ્યાએ ઘરની અંદર નાના છોડ વાવી શકો છો. તેનાથી તમને વધારાની જગ્યાની જરૂર પણ નહી પડે અને ઘરમાં ગાર્ડન પણ બની જશે. આજે અમે તમને કેટલાંક હાઉસ પ્લાન્ટ વિશે જણાવીશું, જેને તમે ઓછી જગ્યામાં પણ રાખી શકો છો. તેનાથી તમારા ઘરની શોભા વધશે.

આ પ્લાંટ વાવીને ઘરની શોભા વધારો :

1. સ્પાઈડર પ્લાન્ટ (Spider Plant) :

આ છોડને તમે કપ કે કોઈ પણ નાના વાસણમાં વાવી શકો છો. તે સિવાય આ છોડ વાતાવરણને શુધ્ધ કરીને કેન્સર જેવી બીમારીઓને દૂર રાખે છે.

2. બોસ્ટન ફ્રેન (Boston Fern) :

આ ડેકોરેટિવ પ્લાંટને તમે રસોડામાં, બાથરૂમ અથવા બારી પાસે રાખી શકો છો. શિયાળામાં આ છોડ વાવતા પહેલા માટીને સુકાવી લો. તેનાથી છોડ જલ્દી સુકાશે નહી.

3. કેક્ટી અને સક્યુલન્ટ (Cacti And Succulents) :

આ છોડને તમે બારી અથવા દરવાજાની બાજુ પર લટકાવી શકો છો. જ્યાં સુર્યના કિરણો સીધા ના પડતા હોય તેવી જગ્યાએ આ છોડને વાવવો જોઈએ.

4. ડ્રાસીના (Dracaena) :

મોલ, એપાર્ટમેન્ટ અને ઓફિસમાં વાવવામાં આવતા આ સુંદર છોડને તમે વાવીને ઘરની શોભા વધારી શકો છો.

5. ઇંગ્લિશ આઇવી (English Ivy) :

આ છોડમાંથી ઉગતી વેલને તમે ઘરની દિવાલોને ડેકોરેટ કરી શકો છો. તમે તેને ઘરની બહારની દિવાલો પર લટકાવી શકો છો તેનાથી ઘર પણ એકદમ સુંદર દેખાશે.

6. સ્નેએક પ્લાંટ (Snake Plant) :

સફેદ અથવા પીળા કલરના પાનવાળા આ છોડને તમે ઘરને ડેકોરેટ કરી શકો છો. તે સિવાય આ છોડ વધારે માત્રામાં કાર્બન ડાયોક્સાઈડ પોતાની અંદર વધારે લેતો હોવાથી તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.