હવે ઘરની સાફ-સફાઈ કરવામાં રહેશે સરળતા, ફોલો કરો આ ટિપ્સ - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • હવે ઘરની સાફ-સફાઈ કરવામાં રહેશે સરળતા, ફોલો કરો આ ટિપ્સ

હવે ઘરની સાફ-સફાઈ કરવામાં રહેશે સરળતા, ફોલો કરો આ ટિપ્સ

 | 5:56 pm IST

ઘરની અંદર સ્વચ્છતા બધાને ગમે છે પરંતુ દરરોજ બધા ખુણા સાફ કરવા પણ સરળ કામ નથી. જો કે એ વાત પણ છે કે સફાઈ બરાબર કરવામાં ના આવે તો પછીથી સાફ કરવામાં થોડી મુશ્કેલી થાય છે. વધારે ગંદુ થાય તે પહેલા જ સાફ કરી લેવું સારું. કપડા ધોવાથી લઈને કચરા-પોતું કરવામાં વધારે મહેનત લાગે છે પણ જો અમુક સરળ ટિપ્સ અપનાવામાં આવે તો કામ જલ્દી થઈ જાય છે. જો તમે પણ ઘરની સાફ-સફાઈને લઈને હેરાન છો તો ફોલો કરો આ ટિપ્સ

આ ટિપ્સથી તમને ઘરની સાફ-સફાઈ કરવામાં રહેશે સરળતા :


1. શિયાળામાં ભારે કપડા જેવા કે રજાઈ કે ધાબળા ધોવામાં બહુ મુશ્કેલી થાય છે. તેવામાં તમે તેને પાણીમાં છેલ્લી વાર ખંગાળતા સમયે પાણીમાં થોડું વિનેગર નાખવું. તેનાથી સાબુ જલ્દી નિકળી જશે અને રજાઈ એકદસ મુલાયમ થઈ જશે.

2. પોતું કરતા પહેલા પાણીમાં થોડું મીઠું નાખવું. ઘરમાં કીડીઓ નહી આવે.

3. મેટલના ડસ્ટબિનમાંથી દુર્ગંધ આવતી હોય તો તેને દૂર કરવા માટે જુના છાપાનું એક પેપર નાખીને સળગાવી દો. તેનાથી દુર્ગંધ દૂર થઈ જશે.

4. ભેજના કારણે જો બાથરૂમમાંથી ગંધ આવતી હોય તો થોડીક વાર માટે માચિસની એક સળીને સળગાવી દો.

5. બાથરૂમમાં પાણીના કારણે દરેક જગ્યાએ પાણીના ડાઘા પડી ગયા હોય તો વિનેગારમાં થોડું મીઠું નાખીને ધોઈ લો. તેનાથી બાથરૂમનો નળ, ટબ,
ફ્લોર અને ટાઈલ્સને સાફ થઈ જશે.

6. તાંબા અને પીતળના વાસણોની ચમક ખરાબ થઈ ગઈ હોય અથવા તેના પર લીલા કલરના ડાઘા પડી ગયા હોય તો તેને મીઠાથી સાફ કરીલો પછી
ડિટર્જન્ટથી ધોઈ લો.