ગૃહિણીને કામમાં ઉપયોગી... હોમ એપ્લાયન્સેસ - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • ગૃહિણીને કામમાં ઉપયોગી… હોમ એપ્લાયન્સેસ

ગૃહિણીને કામમાં ઉપયોગી… હોમ એપ્લાયન્સેસ

 | 1:13 am IST

ટેક્નોલોજી । તપન આચાર્ય

રેફ્રિજરેટર

રેફ્રિજરેટર આજે દરેક ઘરની જરૂરિયાત બની ગઈ છે. ફળ-શાકભાજી, દૂધ-દહીંથી લઈને ખાદ્ય પ્રકારની લગભગ બધી જ ચીજો આમાં ઘણાં સમય સુધી સુરક્ષિત રહે છે. શરબત અને કોલ્ડડ્રિંક માટે બરફ અને ઠંડા પાણીની કોઈ સમસ્યા જ નહીં. આ લેફ્ટઓવર ખાવાની ચીજોને સુરક્ષિત રાખે છે, જેથી ભોજન હાનિકારક જીવાણુઓના સંપર્કમાં આવતું નથી.

વોશિંગ મશીન

વોશિંગ મશીને આપણી જિંદગીને બહુ જ સરળ બનાવી દીધી છે. એના કારણે સમય અને મહેનત બંનેની બચત થાય છે, કેમ કે એ કપડાંને ધોવાની સાથોસાથ તેને સૂકવી પણ દે છે. બજારમાં સેમી-ઓટોમેટિક અને ફૂલ ઓટોમેટિક બંને પ્રકારના વોશિંગ મશીન મળે છે.

વેક્યૂમ ક્લીનર

અસ્થમા અને શ્વાસ સંબંધી સમસ્યાઓનું સૌથી મોટું કારણ ડસ્ટ માઈટ્સ હોય છે. સોફા, ર્ફિનચર, દીવાલો અને ખૂણા-ખૂણાની મુશ્કેલીભરી સફાઈ માટે વેક્યૂમ ક્લીનર સૌથી ઉત્તમ સાધન છે. જે આપની મહેનતને બચાવે છે, સાથોસાથ ઘરને ડસ્ટ-ફ્રી રાખે છે, જેથી ઘરનો દરેક સદસ્ય સ્વસ્થ અને નિરોગી રહે છે.

માઈક્રોવેવ

માઈક્રોવેવમાં ભોજન બહુ જલદી બની જાય છે. ગેસ પર ભોજન બનાવતી વખતે નષ્ટ થનારા પોષક તત્ત્વો માઈક્રોવેવમાં સુરક્ષિત રહે છે, જેથી આપને ભોજનનું પૂરું પોષણ મળે છે. ભોજનના સ્વાદને એ બમણો પણ કરી દે છે. ઓછી જગ્યામાં આ આસાનીથી ફિટ થઈ જાય છે અને આપનું કિચન પણ સાફ-સૂથરું રહી શકે છે. એ સમયની સાથે સાથે વીજળીની પણ બચત કરે છે.

મિક્સર ગ્રાઈન્ડર

આ એક મલ્ટિ ટાસ્કિંગ કિચન એપ્લાયન્સિસ છે, જે ચીજોને ગ્રાઈન્ડ કરવાની સાથોસાથ મિક્સ પણ કરે છે. આનાથી ચીજોને ટૂકડામાં કરવી, બારીક કરવી અને પીસવી આસાન બની જાય છે. આની મદદથી આપ ઓછા સમયમાં બહેતરીન ભોજન બનાવી શકો છો.

ડિશ વોશર

ડિશ વોશરથી સમયની સાથોસાથ આપની મહેનત પણ બચે છે. પાણીની બચતની સાથોસાથ વીજળીની પણ બચત થાય છે. ડિશ વોશરમાં વાસણો વધુ સારી રીતે ધોવાય છે, જેથી એ ઘણાં હાઈજેનિક રહે છે. આ બધાં ઉપરાંત આના હાથ નરમ-મુલાયમ બની રહે છે.

વોટર પ્યૂરીફાયર

પાણીની બધી જ અશુદ્ધિઓને દૂર કરીને શુદ્ધ અને સુરક્ષિત પાણી આપે છે, જેથી પાણીથી થનારી બીમારીઓનો ખતરો નહીંવત્ બની જાય છે. પાણીમાંથી ક્લોરિનને કાઢીને જે આપણને કેટલાય પ્રકારના કેન્સર જેવાં કે રેક્ટલ કેન્સર, કોલોન કેન્સર અને બ્લેડર કેન્સરથી બચાવે છે.

ફૂડ પ્રોસેસર્સ

ઘરે મહેમાન આવવાના હોય અને ભોજન વધુ અને જલદી બનાવવાનું હોય તો ફૂડ પ્રોસેસર્સથી ઉત્તમ કંઈ નહીં. જે સ્લાઈસિંગ, ચોપિંગ, મિક્સિંગ અને પ્યૂરી બનાવવા જેવા કામ બહુ ઓછા સમયમાં સરળતાથી કરી દે છે, જેથી બાકીનું કામ આપના માટે ઘણું સરળ બની જાય છે.

ડિજિટલ મેઝરિંગ સ્પૂન

શું આપને રસોઈ બનાવતી વખતે કઈ ચીજ કેટલી યાત્રામાં યોગ્ય છે, એનો અંદાજ નથી મળતો, તો ડિજિટલ સ્પૂન ખાસ આપના માટે જ છે. એમાં બે સ્પૂન હોય છે, એક ટી.સ્પૂન માટે તો બીજી ટેબલસ્પૂન માટે. ડિજિટલ રિડઆઉટ દ્વારા આપ પદાર્થની માત્રા જોઈ શકો છો, જેથી તેનું ઓછું-વધારે હોવાનો સવાલ જ નથી આવતો.