એક મોબાઈલ એપથી બદલાઈ ગઈ આ દેશનું જીવન, જાણો કેવી રીતે... - Sandesh
  • Home
  • Featured
  • એક મોબાઈલ એપથી બદલાઈ ગઈ આ દેશનું જીવન, જાણો કેવી રીતે…

એક મોબાઈલ એપથી બદલાઈ ગઈ આ દેશનું જીવન, જાણો કેવી રીતે…

 | 6:07 pm IST

ટેક્નોલોજીના આ યુગમાં એક એપ કેવી રીતે લોકોની જિંદગી બદલી શકે તેનું સૌથી સારું ઉદાહરણ કેન્યામાં જોવા મળી રહ્યું છે. અહીં એક હેલ્થ કેર એપ, મોંઘી સ્વાસ્થ્ય સેવાઓથી વંચિત લોકો માટે સંજીવની સમાન કામ કરી રહી છે.

કેન્યા મધ્ય આફ્રિકી દેશ છે, અહીંની વસ્તી 48 કરોડથી વધારે છે. કેન્યાની રાજધાની નૈરોબી અને તેની નજીકના વિસ્તારમાં મધ્યમ વર્ગના લોકો આ હેલ્થકેર એપની મદદથી સ્વાસ્થ્ય સેવાઓ માટે પૈસા બચાવી રહ્યા છે.

અહીં આજીવિકાનું સ્તર ઘણું નીચું અને સ્વાસ્થ્ય સેવાઓ ઘણી મોંઘી છે. ઝૂંપડીમાં રહેવાવાળા લોકો સ્વાસ્થ્ય સેવાઓમાં થનારા ખર્ચનો ભાર ઉપાડી શકે તેમ હોતા નથી. સાથે બીમારીમાં એપની વોલેટ સર્વિસની મદદથી હોસ્પિટલોનું બીલ પણ ભરે છે.

આ મોબાઈલ વોલેટ સર્વિસને પ્રોવાઈડ કરનાર બોબ કોલીમોર નામના વ્યક્તિ છે. તે કહે છે કે આ એપ મહિલાઓ માટે ઘણું મહત્ત્વનું છે. આ એપની મદદથી તેઓ પૈસાની બચત કરી શકે છે અને બીમાર પડવા પર પોતાનો તથા પોતાના પરિવારનો સરખી રીતે ઈલાજ કરાવી શકે છે.

આ મોબાઈલ હેલ્થ વોલેટ સર્વિસ અહીંની મહિલાઓનું પીગી બેંક બની ગયું છે. મહિલાઓ આ એપની મદદથી થોડા થોડા પૈસા બચાવી શકે છે અને ઈલાજના સમયે આ વોલેટમાંથી જ દવાઓથી લઈને હોસ્પિટલનું બીલ ભરે છે.

આ હેલ્થ કેર એપનું નામ M-Tiba છે. જેનાથી મેડીકલ ટ્રીટમેન્ટ માટે પૈસા બચાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે આમાં જમા કરાવેલા પૈસા માત્ર ઈલાજ માટે જ ખર્ચવામાં આવે છે. આ હેલ્થ કેર વોલેટ સર્વિસ સાથે ઘણી બધી હોસ્પિટલ જોડાયેલી છે, જેનો ખર્ચ બીમારીના સમય માટે જમા કરાવેલા પૈસામાંથી વાપરવામાં આવે છે.

પતિ માર-પીટ કરીને દારૂની પાછળ વાપરી નાખે અને તનાથી બચવા માટે મહિલાઓ ચોરી-છૂપાઈને આ એપમાં પૈસા બચાવે છે. અને આ એપ વોલેટની મદદથી તેઓ સારા એવા પૈસા બચાવી શકે છે અને તેનો જરૂરના સમયે ઉપયોગ પણ કરી શકે છે.