How about upcoming movie Mission Mangal and Batala House tomorrow?
  • Home
  • Entertainment
  • Bollywood
  • શું ખાસ છે કાલે આવનારી ફિલ્મોમાં! એકમાં દેશનું રહસ્ય અને બીજાએ વગાડ્યો’તો વિશ્વમાં ડંકો

શું ખાસ છે કાલે આવનારી ફિલ્મોમાં! એકમાં દેશનું રહસ્ય અને બીજાએ વગાડ્યો’તો વિશ્વમાં ડંકો

 | 6:07 pm IST

15 ઓગસ્ટે એ દેશપ્રેમ બતાવવા માટે જાણીતો દિવસ છે. બાટલા હાઉસ પણ કાલે 15 ઓગસ્ટનાં દિવસે જ રિલીઝ થવાની છે. ફિલ્મની કહાનીની વાત કરીએ તો 13 સપ્ટેમ્બર 2008નાં દિવસે દિલ્હીમાં થયેલા સીરિયલ બોમ્બ ધમાકાની તપાસનાં સિલસિલામાં દિલ્હા પોલીસનાં સ્પેશિયલ સેલના ઓફિસર કે કે (રવિ કિશન) અને સંજીવ કુમાર યાદવ (જોન અબ્રાહમ) પોતાની ટીમ સાથે બાટલા હાઉસ એલ-187 નંબરની ઈંમારતમાં ત્રીજા માળે પહોંચે છે.

પોલીસ અને સંદિગ્ધ આંતકીઓ વચ્ચે ફાઈટ થાય છે. ત્યાં બે આંતકીઓ અને સાથે સાથે કે કે અને એક પોલીસનું પણ મોત થઈ જાય છે. આ એનકાઉન્ટ પછી દેશભરમાં રાજનીતિ અને આરોપોને લઈ માહોલ એકદમ ગરમાઈ જાય છે. ત્યારબાદ જોન પર આરોપો નાખવામાં આવે છે અને એ કઈ રીતે તેમાં નિર્દોષ સાબિત થાય છે એ જોવાનું રહ્યું.

ફિલ્મમાં સંજીવ કુમારનો એક ડાયલોગ જોરદાર તાળીઓ કમાઈ લે છે. એ ડાયલોગ એવો હોય છે કે એક આંતકીને મારવા માટે સરકાર જેટલા પૈસા આપે છે એનાંથી વધારે તો એક ટ્રાફિક પોલીસ એક અઠવાડિયામાં કમાઈ લે છે. તેમજ જોનની એક્ટિંગ પોલીસનાં કિરદારમાં જોઈને લોકોએ ત્યાં સુધી કોમેન્ટ કરી કે અત્યાર સુધીની જોનની સૌથી સારી એક્ટિંગ આ ફિલ્મમાં છે.

હવે જો વાત કરીએ મિશન મંગલની તો….

હાલમાં જ અક્ષયની બહુ ચર્ચિત ફિલ્મ મિશન મંગલનું દિલ્હીમાં સ્ક્રીનીંગ રાખવામાં આવ્યું હતું. આ સ્ક્રીનીંગમાં લોકોને ફિલ્મ ખુબ પસંદ પડી રહી છે. અક્ષય કુમાર ફિલ્મ ‘મિશન મંગલ’માં સીનિયર વૈજ્ઞાનિક રાકેશ ધવનની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં ઈસરોની મહિલા વૈજ્ઞાનિકોની વાત કરવામાં આવી છે. હાલમાં જ અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં ‘મિશન મંગલ’ના સેટ પરની એક તસવીર શૅર કરી હતી.

અક્ષય કુમારે તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘ઘરે હોય કે પછી સફળ સ્પેસ મિશનના લોન્ચિંગમાં હોય, મહિલાઓને બધી જ ખબર હોય છે. મહિલા વૈજ્ઞાનિકોની શક્તિની ઉજવણી, ‘મિશન મંગલ’ તેમની જ વાર્તા છે.’ ઉલ્લેખનીય છે કે ‘મિશન મંગલ’માં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ મંગલ પર યાન મોકલ્યું તેની વાત કહેવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય કુમાર, તાપસી પન્નુ, વિદ્યા બાલન, શરમન જોષી, નિત્યા મેનન તથા કીર્તિ કુલ્હારી છે.

અક્ષયકુમારની અપકમિંગ ફિલ્મ મિશન મંગલ 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે. પહેલા મંગલયાનને અંતરિક્ષમાં સફળતાપૂર્વક મોકલવાની સ્ટોરીને લઈ દર્શકોની સાથે સાથે ટ્રેડમાં પણ લોકો ઉત્સુક્ત છે. એક તો હમણાં જ ચંદ્રયાન લોન્ચ થયું છે, જેન કારણે માહોલ પણ બનેલો છે. વળી 15 ઓગસ્ટ-રક્ષાબંધનની રજાની સાથે સાથે ફિલ્મને ચાર દિવસનો વીક એન્ડ મળી રહ્યો છે. એટલે પહેલા જ દિવસે અક્ષયકુમારની આ ફિલ્મ ધમાકેદાર ઓપનિંગ કરે તેવી શક્યતા છે.

આ વીડિયો પણ જુઓ: અનોખા સંયોગને લઇને આ વર્ષે રાખડીમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન