How are Jaya and Aishwarya's relationship as mother-in-law
  • Home
  • Entertainment
  • Bollywood
  • સાસુ-વહુ તરીકે જયા અને એશ્વર્યાના સંબંધો કેવા છે? આ શોમાં થયા બીગ બીનાં ઘરના ખુલાસા

સાસુ-વહુ તરીકે જયા અને એશ્વર્યાના સંબંધો કેવા છે? આ શોમાં થયા બીગ બીનાં ઘરના ખુલાસા

 | 12:37 pm IST

અભિષેક અને એશ્વર્યાના લગ્ન થયાનાં થોડા સમય બાદ એવા સમાચાર આવ્યા હતા કે ઐશ્વર્યાના સ્ટેટસના લીધે જયા બચ્ચન અને તેની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહે છે. ઐશ્વર્યા રાયે એક્ટર અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા પછી ઘણા સમય સુધી આ લગ્ન ચર્ચામાં રહ્યા હતા. આ બધાની વચ્ચે એક VIDEO વાયરલ થયો કે જે ઐશ્વર્યા અને જયા વચ્ચેનાં સંબંધો કેવા છે તેનો પુરાવો આપે છે.

કરણના શો ‘કોફી વિથ કરણ’નો એક પ્રોમો વીડિયો વાયરલ થયો છે કે જેમાં અમિતાભ, જયા બચ્ચન, અભિષેક-ઐશ્વર્યા અને શ્વેતા પણ જોવા મળી રહી છે. વીડિયોમાં જ્યારે કરણે જયા બચ્ચનને ઐશ્વર્યા અંગેનો સવાલ પૂછ્યો ત્યારે જયાએ ઐશ્વર્યા પ્રત્યે ખુશી વ્યક્ત કરી હતી અને અમુક વાતો જણાવી હતી. જયા બચ્ચને કહ્યું, ‘હું ઐશ્વર્યાને પ્રેમ કરું છું. તે સુપરસ્ટાર હોવા છતાં પરિવારમાં હળીમળી ગઈ એની એ વાત મારા દિલને સ્પર્શી ગઈ. તે દરેક પરિસ્થિતિને સારી રીતે સંભાળવાનું જાણે છે.’

કરણે જ્યારે શ્વેતા અને અભિષેકને પૂછ્યું કે, ઐશ્વર્યા જેવી સેલિબ્રિટી ઘરમાં વહુ બનીને આવી તો સંબંધોમાં કોઈ ફરક પડ્યો છે ખરો? અભિષેકે કહ્યું કે, મને નથી લાગતું કે કંઈ પરિવર્તન આવ્યું હોય. તો વળી શ્વેતાએ કહ્યું કે, જ્યારે પણ કોઈ નવું સભ્ય ઘરમાં આવે એ પછી વહુ હોય કે બાળક, સંબંધો થોડા તો બદલાય જ છે.

ત્યારબાદ કરણ અભિષેકને પૂછે છે કે, સુંદર અને સ્ટાર વાઈફ મળ્યા બાદ ફિમેલ કો-સ્ટાર્સ સાથે સંબંધો બદલાયા કે કેમ? જવાબ આપતા અભિષેકે કહ્યું કે “જ્યારે હું કામ કરું છું ત્યારે તે માત્ર કામ હોય છે. પહેલા પણ ફિમેલ સ્ટાર્સ સાથે મસ્તી કરતો હતો જેથી તેમની સાથેના સંબંધો હળવાશભર્યા રહે.”

આ વીડિયો પણ જુઓ: ગુજરાતની રાનુ મંડલ ચંદ્ગાબેનને મળશે ગીત ગાવાની તક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન