How can I slap PM Modi whose chest is of 56-inch: Mamata Banerjee
  • Home
  • Election 2019
  • મમતા બેનર્જીએ રંગ બદલ્યો! PM મોદીને લઇ હવે કહ્યું કે તમને થપ્પડ મારીશ તો મારો હાથ…

મમતા બેનર્જીએ રંગ બદલ્યો! PM મોદીને લઇ હવે કહ્યું કે તમને થપ્પડ મારીશ તો મારો હાથ…

 | 7:26 am IST

લોકસભા ચૂંટણીના પ્રચારની વચ્ચે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ફરી એકવખત પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાંધ્યું છે. થોડાંક દિવસ પહેલાં જ પીએમ પર પ્રહારો કરનાર નારાજ મમતા બેનર્જીએ કહ્યું હતું કે જ્યારે મોદી તેમને સિંડિકેટ કહે છે તો તેમની ઇચ્છા થાય છે કે તેઓ પીએમને ‘પ્રજાતંત્ર’ની થપ્પડ મારે. આ નિવેદન પર પીએમ દ્વારા એક જવાબી ભાષણ આપ્યા બાદ મમતા એ શનિવારના રોજ પીએમ મોદીને સંબોધિત કરતાં કહ્યું કે જો હું તમને થપ્પડ મારીશ તો મારો હાથ તૂટી જશે.

ગાલના બશીરહાટમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં મમતા એ કહ્યું કે મેં કયારેય કહ્યું નથી કે તેમને થપ્પડ મારીશ. મેં કહ્યું કે તમને પ્રજાતંત્રનો થપ્પડ આપીશ. હું તમને કેમ થપ્પડ મારીશ? જો હું તમને થપ્પડ મારીશ તો મારા હાથ તૂટી જશે આથી હું એવું કેમ કરું. તમારી છાતી 56 ઇંચની છે અને હું તમને કેવી રીતે થપ્પડ મારી શકું.

પુરુલિયામાં બોલ્યા પીએમ- થપ્પડ મારા માટે આશીર્વાદ
આપને જણાવી દઇએ કે મમતા બેનર્જી દ્વારા પીએમને પ્રજાતંત્રનો થપ્પડ મારવાના નિવેદન બાદ નરેન્દ્ર મોદીએ બંગાળમાં પોતાની એક રેલી દરમ્યાન તેના પર જવાબ આપ્યો હતો. ગુરૂવારના રોજ પુરુલિયામાં એક જનસભામાં પીએમ એ કહ્યું કે કોઇએ મને કહ્યું કે દીદી (મમતા) મને થપ્પડ મારવા માંગે છે. દીદી…ઓ મમતા દીદી…હું તમને દીદી કહું છું…તમારો આદર કરું છું…તમારી થપ્પડ પણ મારા માટે તો આશીર્વાદ બની જશે…તે પણ ખાય લઇશ…

…આમને થપ્પડ મારત તો ડાઘ તમારા પર લાગત નહીં
થપ્પડ નિવેદન પર મમતાને ઘેરતા પીએમે કહ્યું કે પરંતુ એ પણ કહીશ કે જો તમે તમારા એ સાથીઓને થપ્પડ મારવાનો દમ દેખાડ્યો હોત તો જેમણે ચિટફંડના નામ પર ગરીબોની કમાણી લૂંટી લીધી, તો તમને એટલો ડર ના લાગત. જો તમે એ ટોળાબાજોને થપ્પડ મારી હોત તો આજે ટ્રિપલ T (તૃણમૂલ ટોળાબાજ ટેક્સ)નો ડાઘ તમારા પર લાગ્યો ના હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન