મધ અસલી છે કે નકલી આ રીતે ઘરે સરળતાથી તપાસી લો

આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે મધ ખાવાના અનેક ફાયદાઓ છે. આથી જ મધમાં ભેળસેળ પણ એટલી જ થાય છે અને કેટલીક વખત પારખી નથી શકાતું કે મધ અસલી છે કે પછી નકલી. આજે આપણે કેટલાક એવા ઘરેલું નુસખાઓ દર્શાવીશું જેની મદદથી તમે સરળતાથી મધ અસલી છે કે નકલી તે જાણી શકશો.
ગરમ પાણી
મધને ઓળખવા માટે સૌથી યોગ્ય પદ્ધતિ છે ગરમ પાણી. આ માટે તમે એક કાચની કટોરીમાં ગરમ પાણી ભરો એક ચમચી મધને નાંખો, જો મધ પાણીમાં ભળી જાય તો સમજો મધમાં ભેળસેળ થઈ છે. જો મોટા તાર બની તળીયે બેસી જાય તો સમજો મધ અસલી છે. જો કે મધમાં થોડા પ્રમાણમાં તો સાકર કે પછી ગોળ ભેળવેલ હોય જ છે.
આગમાં સળગાવવાથી
જો પાણીથી તપાસ ન કરવી હોય તો તમે આગથી તમે અસલી નકલીની ઓળખ કરી શકો છો. આ માટે એક મીણબતી સળગાવો. એક લાકડીમાં રૂ વીંટાળી તેના પર મધ લગાવો. મધને આગમાં શેકો, જો રૂ સળગી ઉઠે તો સમજો મધ શુદ્ધ છે. જો સળગતા સમય લાગે તો સમજો મધમાં ભેળસેળ છે. મધ અસલી છે કે નકલી તે તમે ઠંડીમાં વધારે સારી રીતે કરી શકો છો.
ટિશ્યુ કે બ્લોટિંગ પેપર
મધની શુ્દ્ધતા જાણવા માટે બ્લોટિંગ કે ટિશ્યુ પેપર પર એક ટીપુ મધને નાંખો. જો મધમાં ભેળસેળ હશે તો પેપર મધને શોશી લેશે. જો શુદ્ધ હશે તો પેપર પર મધ જામી જશે.
આ વીડિયો જુઓ: આમ બનાવો કોર્ન કેપ્સિકમ પનીર સેન્ડવીચ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન