How do the Gopis cross the river without touching water? Know Mystery
  • Home
  • Featured
  • કેવી રીતે ગોપીઓએ પાણીને સ્પર્શ કર્યા વગર નદી પાર કરી? જાણો રહસ્ય

કેવી રીતે ગોપીઓએ પાણીને સ્પર્શ કર્યા વગર નદી પાર કરી? જાણો રહસ્ય

 | 9:09 am IST

એક સમયની વાત છે તમામ ગોપીઓએ મળીને પ્રેમપૂર્વક પોતાના હાથથી સ્વાદિષ્ટ પકવાન બનાવીને ભગવાન શ્રીકૃષ્ણને ભોજન કરાવાનુ નક્કી કર્યુ. બધાએ વિવિધ પ્રકારના સ્વાદાનુસાર વ્યંજન બનાવ્યા અને યમુના તટ પર પહોંચીને ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરવા લાગી કે હે શ્યામસુંદર અમારા હાથેથી બનેલા સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણો.

ત્યારે શ્રી કૃષ્ણએ ગોપીઓને કહ્યુ કે હે ગોપીઓ આજે તો હું નંદબાબાની સાથે મારુ ભોજન ગ્રહણ કરીને આવ્યો છું. જેથી હું તમારુ બનાવેલુ આ ભોજન ગ્રહણ નહી કરી શકુ. જો તમે મને સંતુષ્ટ કરવા માંગો જ છો તો આ ભોજન કોઇ સાધુ કે બ્રાહ્મણને ગ્રહણ કરાવી દો. કૃષ્ણની આ વાત સાંભળીને ગોપીઓએ કૃષ્ણને પુછ્યુ કે હે કાના…અમે કયા બ્રાહ્મણ અને સાધુને આ ભોજન ગ્રહણ કરાવીએ તે પણ તમે જ જણાવી દો. ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા કે યમુના નદીના બીજા પટ પર દુર્વાસા મુનિ બિરાજમાન છે. જેથી આપ તમામ આ ભોજન તેમને ગ્રહણ કરાવી દો. વધુ માટે જુઓ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન