How does juice sucking in lemon harm?
  • Home
  • Agro Sandesh
  • લીંબુમાં રસ ચૂસનાર ફૂદા કેવું નુકસાન કરે છે?

લીંબુમાં રસ ચૂસનાર ફૂદા કેવું નુકસાન કરે છે?

 | 2:00 pm IST

લીંબુના બાગમાં રસ ચૂસનાર ફૂદા ઝાડના ફૂલ અને ફળમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. નુકસાનવાળા ભાગમાંથી બેક્ટેરિયા અથવા ફૂગ દાખલ થવાથી ફળ કોહવાઈને ખરી પડે છે. લીંબુના બાગમાં પ્રકાશ પિંજરથી ફૂદાંને આકર્ષી તેનો નાશ કરી શકાય છે. ખરી પડેલાં અને નુકસાન પામેલા ફળો ભેગા કરી તેનો નાશ કરવો. જેથી ફળની વાસને કારણે વાડીમાં આ ફૂદાં આકર્ષાતા અટકે અને ઉપદ્રવ વધે નહીં.

ઈયળો વાડમાં રહેલા વિવિધ પ્રકારના ઘાસ અને જંગલી છોડ પર નભે છે, જેથી શેઢાપાળાના યજમાન ઘાસ-વેલાનો નાશ કરવો. શક્ય હોય ત્યાં ફળને કાગળની કોથળી ચડાવી ફૂદાંના નુકસાનથી ફળોને બચાવવા જોઈએ.

બગીચામાં ઝાડ ઉપર ફોસ્ફામિડોન ૧૦ મીલિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી દ્રાવણનો છંટકાવ કરવો. ફૂદાંના નાશ માટે ઝેરી પ્રલોભિકાનો ઉપયોગ કરવો. જેમાં ૧ કિગ્રા ગોળ+વિનેગાર ૬૦ ગ્રામ + કાર્બારિલ વે.પા. ૬૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી આ ઝેરી પ્રલોભિકાને પહોળા મોઢાવાળી બોટલમાં ભરી બગીચામાં રાખવી. જો વધુ ઉપદ્રવ જણાય તો કલોરપાયરીફોસ ૨૫ મીલિ. અથવા ક્વિનાલફોસ ૨૦ મીલિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

  • અલ્પેશભાઈ ઘાંચી, વિસનગર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન