How Does the Internet Work? Learn through this post
  • Home
  • Featured
  • કઈ રીતે પહોંચે છે ઈન્ટરનેટ તમારા સુધી? જાણો આ પોસ્ટ દ્વારા

કઈ રીતે પહોંચે છે ઈન્ટરનેટ તમારા સુધી? જાણો આ પોસ્ટ દ્વારા

 | 11:53 am IST

ઈન્ટરનેટને આધુનિક માનવ ઈતિહાસનો સૌથી મોટો આવિષ્કાર કહી શકાય છે. ઈન્ટરનેટે સમગ્ર દુનિયાને મુઠ્ઠીમાં કરી લેવાની તાકાત આપી છે. લાગે છે કે સમગ્ર વિશ્વ કોમ્પ્યુટર, લેપટોપ અને સ્માર્ટફોનમાં સમાઈ ગયું છે. તમે તમારા સ્માર્ટફોન પર દુનિયાના કોઈપણ જગ્યાએ બેઠા હોય તો પણ તમે બીજા કોઈ વ્યક્તિ સાથે વાતચિત કરી શકો છો. કોઈપણ દેશમાં થનાર ઘટના તમારા સ્માર્ટફોનમાં જોઈ શકો છો. પરંતુ તમે ક્યારેય વિચાર્યું કે કોઈ કેબલ વગર તમારા સ્માર્ટફોન સુધી ઈન્ટરનેટ કઈ રીતે પહોંચે છે? તો આવો જાણીએ.

સમુદ્ર અને મહાસાગરોમાં ઘણા કિલોમીટર લાંબી કેબલો પથરાયેલી છે. તે જ કેબલો દ્વારા આપણે ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકએ છીએ. પાણીની અંદર કેબલો પથરાવાની ગૂગલની પરિયોજનાને લઈને જેને સ્ટોવેલ જણાવે છે કે, ઘણા લોકોને લાગે છે કે ઈન્ટરનેટ વાદળો થકી આપણી પાસે પહોંચે છે પરંતુ તે ખોટું છે. ઈન્ટરનેટ નાના-નાના કોડનો સમુહ છે. જે સમુદ્રમાં પથરાયેલી કેબલો દ્વારા આપણા સુધી પહોંચે છે. વાળ કરતા પણ પાતળા તારની મદદથી ઈન્ટરનેટને દુનિયાના એક ખુણાથી બીજા ખુણા સુધી પહોંચતા થોડી જ ક્ષણો લાગે છે. દુનિયાભરને ઈન્ટરનેટને જોડવા માટે મહાસાગરોમાં લગભગ 12,07,000 કિલોમીટર લાંબી કેબલો પાથરવામાં આવી છે.

તમારા સ્માર્ટફોનમાં કઈ રીતે પહોંચે છે ઈન્ટરનેટ?

સૌથી પહેલા ફેક્ટરીઓમાં કેબલના તારોને ભેગા કરવામાં આવે છે. ત્યારબાદ કેબલને ક્યાં પાથરવો તેનું ધ્યાન રાખતા પ્લાસ્ટિક કે સ્ટિલના પળથી તે કેબલને ઢાંકવામાં આવે છે. સમુદ્રમાં કેબલ વિછાવવાનું કામ પૂર્ણ થયા બાદ ડેટા પ્રકાશની ગતિથી તે તારો દ્વારા જમીન પર સ્થિત નેટવર્ક કે સેટેલાઈટમાં તે સંપર્ક સાધે છે. તે જ નેટવર્ક અથવા સેટેલાઈટની મદદથી આપણે ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ.

25 વર્ષ સુધીની હોય છે ઈન્ટરનેટ કેબલની ઉંમર

ઈન્ટરનેટની કેબલને પ્રાકૃતિક આપદાઓથી બચાવવા સમગ્ર વ્યવસ્થા કરવામાં આવે છે. તે છતા પણ તે કેબલને પાણીની ગતિ, ભૂકંપ વગેરેથી ક્ષતિગ્રસ્ત થવાની આશંકા રહે છે. એક કેબલ લગભગ 25 વર્ષ સુધી કામ કરવા સક્ષમ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન