કેવી યુતિનું કેવું ફળ ? - Sandesh

કેવી યુતિનું કેવું ફળ ?

 | 1:46 am IST

મંગળ-શુક્રની શુભ યુતિ

મંગળ-શુક્રની બીજે કોઈપણ રાશિમાં શુભ યુતિ

પ્રતિજાતિનો શોખ ઉત્પન્ન કરે છે.

તેનાથી માન અને લાભ અપાવે છે.

દરેક જાતની મંડળીઓનો શોખીન બનાવે છે.

ઉદારવૃત્તિ અને પૈસાના ખર્ચમાં બેદરકારવૃત્તિ જાગૃત કરે છે.

વિલથી કે વારસાથી લાભ અપાવે છે.

વહેલું લગ્ન અને સંયોગ સૂચવે છે.

હિંમત જાગ્રત કરે છે, અને

ચાલાકી ઉત્પન્ન કરે છે.

મંગળ-શુક્રની ખરાબ યુતિઃ-  

મંગળ-શુક્રની આઠમે કર્ક રાશિમાં ખરાબ યુતિ

મંડળીઓ અને સ્ત્રીઓનો શોખીન બનાવે છે.

સરસ વ્યભિચારી ને વિકારી બનાવે છે.

ઉડાઉને પૈસા સંબંધી બેદરકાર બનાવે છે.

અપકીર્તિ અપાવે છે.

મંગળ-શનિની શુભ યુતિઃ-  

મંગળ-શનિની લગ્ને વૃશ્ચિક રાશિમાં શુભ યુતિ

હિંમતવાનને બહાદુર બનાવે છે.

સૈનિકને ઉત્તમ પદવી અપાવે છે.

વિશ્વાસુ, દૃઢ નિૃયીને ખંતીલો બનાવે છે.

ગમે તે પ્રકારે ધન પ્રાપ્તિ કરવાની ધગશ ઉત્પન્ન કરે છે.

મંગળ-શનિની ખરાબ યુતિઃ-  

મંગળ-શનિની બારમે મીન રાશિમાં ખરાબ યુતિ

ગરમ સ્વભાવ અને નીચ વિચારનો બનાવે છે.

ઝેરીલોને ખૂની બનાવે છે.

લુચ્ચો અને અપ્રમાણિક બનાવે છે.

બદમાશ અને ડાકુ બનાવે છે.

બુધ-ગુરુની શુભ યુતિઃ-  

બુધ-ગુરુની દશમે કન્યા રાશિમાં શુભ યુતિ

સારી ન્યાયબુદ્ધિ ઉત્પન્ન કરે છે.

દૃઢ અને મક્કમ બનાવે છે.

ભાષામાં વિજય અપાવે છે અને તે દ્વારા ધનલાભ કરાવે છે.

પ્રમાણિક અને ઉદાર બનાવે છે.

સારી રીતભાત પણ સાવચેત બનાવે છે

ઉપાધિમાંથી મુક્ત કરાવે છે ને ભાઈઓમાં સંપ કરાવે છે.

શેઠ તરફથી સુખને પ્રીતિ ઉત્પન્ન કરે છે.

લાંબી અને ટૂંકી મુસાફરી કરાવે છે.

પોતાના અંતરાત્માથી જ શાંતિ મેળવી શકે છે.

કવિ, લેખક કે પત્રકાર બનાવે છે.

બુધ-ગુરુની ખરાબ યુતિઃ-  

બુધ-ગુરુની આઠમે મકર રાશિમાં ખરાબ યુતિ

ખરા-ખોટાની પારખ વિનાનો બેકાર બનાવે છે.

અન્યાયી અને શંકાશીલ બનાવે છે.

તકરારીને દરેક વસ્તુ ઊલટી રીતે જોનાર બનાવે છે.

નાસ્તિક બનાવે છે અને પૈસાની ખુવારી કરાવે છે.

અપકીર્તિ કરાવે છે ને બદનક્ષી કેસ ઊભા કરે છે.

બુધ-શુક્રની શુભ યુતિઃ-  

બુધ-શુક્રની લગ્ને વૃષભ રાશિમાં શુભ યુતિ

મન આનંદી ને ખુશ રાખે છે.

સંગીતને કવિતાનો શોખ ઉત્પન્ન કરે છે. સુંદર હુન્નરોને શાસ્ત્રનો શોખ ઉત્પન્ન કરે છે.

લગ્ન બે વખત કરાવે છે.

સારો વક્તાને લોકનાયક અપનાવે છે.

બુધ-શુક્રની ખરાબ યુતિઃ-  

બુધ-શુક્રની બારમે મેષ રાશિમાં ખરાબ યુતિ

વિલાસીને વિકારી બનાવે છે.

સ્ત્રીઓના સહવાસમાં જ પ્રીતિ રખાવે છે. સૌંદર્યના પૂજનમાં જ જીવન ગુજારાવે છે.

બુધ-શનિની શુભ યુતિઃ-  

બુધ-શનિની લગ્ને કુંભ રાશિમાં શુભ યુતિ

પોતાના કામ અને જાત માટે ઘણો સાવચેત બનાવે છે.

વિદ્યાનો શોખીન બનાવે છે.

ઉદ્યમી અને ખંતીલો બનાવે છે.

વિચારવંતને ડાહ્યો બનાવે છે.

બુધ-શનિની ખરાબ યુતિઃ-  

બુધ-શનિની બારમે કર્ક રાશિમાં ખરાબ યુતિ

ખરાબ સ્વભાવનો અને કડવી બોલી બોલનારો બનાવે છે.

અદેખો ને વેર લેનાર બનાવે છે.

બોલતા તોતડાય કે અચકાય છે.

લુચ્ચો ને ચોર બનાવે છે.

દગાખોર ને વિશ્વાસ ન રાખવા લાયક બનાવે છે.

દારૂ પીનારોને વ્યસની બનાવે છે.

ધર્મઢોંગી બનાવે છે.

દગાખોર મિત્ર અને કિન્નાખોર દુશ્મનવાળો બનાવે છે.

ગુરુ-શુક્રની શુભ યુતિઃ-  

ગુરુ-શુક્રની દશમે ધન રાશિમાં શુભ યુતિ

લુગડાં અને ઘરેણાંનો શોખ ઉત્પન્ન કરે છે.

કામમાં તેમજ પ્રીતિમાં ફતેહ આપે છે.

ડહાપણ અને પવિત્રતા આપે છે.

ઉદાર અને માયાળુ બનાવે છે.

કળાકાર બનાવે છે.

આદર્શ પતિ-પત્ની બનાવે છે.

ગુરુ-શુક્રની ખરાબ યુતિઃ-  

ગુરુ-શુક્રની છઠ્ઠે કન્યા રાશિમાં ખરાબ યુતિ

લુગડાં-ઘરેણાં અને સ્ત્રીઓ પાછળ પુષ્કળ ધન ખર્ચે છે.

પોતાની સ્થિતિ કરતાં વધારે મોટાઈમાં પાયમાલી કરાવે છે.

સ્નેહમાં ઘણો લાગણીપ્રધાન બનાવી દે છે તેથી સારા-નરસાના વિચાર વગર આંધળિયા કરી ઉપાધિ અને હાનિ કરે છે.

ગુરુ-શનિની શુભ યુતિઃ-  

ગુરુ-શનિની બારમે સિંહ રાશિમાં ખરાબ યુતિ

કાયદા અને ટ્રસ્ટીઓ મારફત પૈસાની ખુવારી કરાવે છે.

માલ મિલકતનો નાશ કરાવે છે.

વારંવાર સટ્ટામાં ઉતારે છે ને તેથી ભારે નુકસાન કરાવે છે.

ભાગ્યે જ ધનવાન બનાવે છે.

શુક્ર-શનિની શુભ યુતિઃ-  

શુક્ર-શનિની દશમે તુલા રાશિમાં શુભ યુતિ

દૃઢ મનોબળ કરે છે.

પ્યારમાં વિજય અપાવે છે.

સ્ત્રી અને સંતાનમય બનાવે છે.

ખંતીલો ને સાવધ બનાવે છે.

ડાહ્યોને પવિત્ર બનાવે છે.

કારીગરને કારકુન બનાવે છે.

શુક્ર-શનિની ખરાબ યુતિઃ-  

શુક્ર-શનિની બારમે સિંહ રાશિમાં ખરાબ યુતિ

પ્રીતિમાં નિષ્ફળતા આપે છે.

સ્ત્રીઓ તરફથી સતામણીને તિરસ્કાર વહોરી લે છે.

નીતિભ્રષ્ટ ને વ્યભિચારી થાય છે.

લુચ્ચોને બેવફા થાય છે, ધર્મમાં બગભગત ઔથાય છે.

[email protected]