how Indian paper currency is printed where does ink from come
  • Home
  • Business
  • ચલણી નોટ ક્યાં અને કેવી રીતે છપાઈ છે? શાહીથી લઈ પેપર સુધીની તમામ માહિતી જાણો અહીં

ચલણી નોટ ક્યાં અને કેવી રીતે છપાઈ છે? શાહીથી લઈ પેપર સુધીની તમામ માહિતી જાણો અહીં

 | 3:03 pm IST

આપણી જરૂરિયાતને પુરી કરવા માટે પૈસા સૌથી મહત્વપૂર્ણ છે. રૂપિયાના રૂપમાં જે નોટનો આપણે ઉપયોગ કરીએ છીએ શું તમે જાણો છો તેનું છાપકામ ક્યાં કેવી રીતે અને કોના દ્વારા કરવામાં આવે છે. કઈ પ્રકારના કાગળ, શાહીનો ઉપયોગ કરવામાં આવે છે આઓ જાણીએ આ અંગે આજે વિસ્તારથી.

ભારતીય ચલણી નોટો ભારત સરકાર અને રિઝર્વ બેંક દ્વારા છાપવામાં આવે છે. આ ફક્ત સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવામાં આવે છે. દેશભરમાં ચાર પ્રિન્ટિંગ પ્રેસ છે. નોટ છાપવાનું કામ નાસિક, દેવાસ, મૈસુર અને સાલબોની (પશ્ચિમ બંગાળ) માં કરવામાં આવે છે.

શાહી ક્યાંથી આવે છે?
છાપકામમાં વપરાતી શાહી મુખ્યત્વે સ્વિસ કંપની SICPAથી આયાત કરવામાં આવે છે. જેમાં Intaglio, Fluorescent અને Optically variable ink (OVI)નો ઉપયોગ થાય છે.

જ્યારે પણ શાહીની આયાત કરવામાં આવે ત્યારે તેની રચનામાં ફેરફાર કરવામાં આવે છે, આ એટલા માટે કરવામાં આવે છે જેથી કોઈ દેશ તેની નકલ ન કરી શકે.

કેવી રીતે કામ કરે છે?
Intaglio શાહી:
નોટ પર દેખાતા મહાત્મા ગાંધીની તસવીર છાપવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
Fluorescent શાહી:
આ શાહી નોટની નંબર પેનલ છાપવા માટે થાય છે.
Optically variable ink:
જો નોટની નકલ ન થઈ શકે એ માટે આ શાહીનો ઉપયોગ કરવામાં આવે છે.

પેપર ક્યાંથી આવે છે
ભારતમાં પેપર મિલ સિક્યોરિટી પેપર મિલ (હોશંગાબાદ) પણ છે. તે નોટ અને સ્ટેમ્પ્સ માટે કાગળ બનાવે છે. જોકે ભારતની નોટોમાં મોટાભાગના કાગળ જર્મની, જાપાન અને યુકેથી આવે છે.

શું છે નોટનો ઇતિહાસ
બ્રિટિશ સરકારે વર્ષ 1862માં પહેલી નાટ છાપી હતી, જે યુકેની એક કંપની દ્વારા છાપવામાં આવી હતી.

કેવી રીતે એક રૂપિયાની નોટ છાપવામાં આવી હતી
એક સમયે યુદ્ધને કારણે, સરકાર ચાંદીના સિક્કાને ઘાટ અપાવવામાં અસમર્થ હતી અને 1917માં પહેલીવાર લોકોની સામે રૂપિયાની નોટ આવી. આ નોટે ચાંદીના સિક્કાનું સ્થાન લીધુ. 30 નવેમ્બર 1917 ના રોજ એક રૂપિયાની નોટ બહાર આવી, જેના પર બ્રિટનના રાજા જ્યોર્જ પાંચનું ચિત્ર છાપવામાં આવ્યું હતું.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ અનુસાર, આ નોટનું છાપકામ પ્રથમ 1926માં બંધ કરાયું હતું કારણ કે છાર કામથી તેની કિંમત વધારે થતી હતી. પછી 1940 માં ફરીથી નોટોને છાપવાનું કામ શરૂ કરાયું હતું જે 1994 સુધી ચાલુ રહ્યું.

આ વીડિયો જુઓ: અમદાવાદમાં સરકારી લોનના ફોર્મ લેવા લોકો ઉમટ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન