How Keerthy Suresh almost said no for ajay movie Maidaan
  • Home
  • Featured
  • PHOTOS: બોલિવૂડમાં ડેબ્યૂ પહેલાં જ આ હોટ અભિનેત્રીએ અજય દેવગણને ફિલ્મ માટે પાડી દીધા ‘ના’

PHOTOS: બોલિવૂડમાં ડેબ્યૂ પહેલાં જ આ હોટ અભિનેત્રીએ અજય દેવગણને ફિલ્મ માટે પાડી દીધા ‘ના’

 | 1:18 pm IST

તાન્હાજીની તાબડતોડ કમાણી પછી હવે અજય દેવગણ ‘મેદાન’ના શુટિંગમા વ્યસ્ત છે. આ ફિલ્મને લઈ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, આ ફિલ્મમાં નેશનલ એવોર્ડ જીતનારી સાઉથની અભિનેત્રી કિર્થી સુરેશ જોવા મળશે. આ ફિલ્મ ‘મેદાન’ તેમના માટે બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ હશે. સમાચાર ત્યાં સુધી આવ્યા હતા કે, ઓકટોબર મહિનાથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ પણ થઈ ગયું છે. પરંતુ હવે તાજા સમાચારા પ્રમાણે તેણે ફિલ્મ માટે ના પાડી દીધી અને તે ફિલ્મમાંથી નીકળી જવાની છે.

એક વેબ પોર્ટલ અનુસાર, કિર્થીની ટીમે જણાવ્યુ હતું કે, તે પ્રયત્ન કરી રહ્યા છે કે અભિનેત્રીની તારીખો સાથે સેટિંગ થઈ જાય. એ પ્રમાણે જોવા જઈએ તો, હજુ અભિનેત્રી આ ફિલ્મનો હિસ્સો છે. પરંતુ થોડા જ દિવસોમાં સ્પષ્ટ થઇ જશે કે શું પરિણામ છે. કારણ કે હાલમાં કિર્થી એકસાથે ઘણા પ્રોજેક્ટમાં કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘મેદાન’ ભારતીય ફૂટબોલ પર આધારિત છે. આ ફિલ્મમાં અજય દેવગણ ફૂટબોલના કોચ સૈયદ અબ્દુલ રહીમનું પાત્ર ભજવી રહ્યો છે. અહીં જુઓ કિર્થીના કેટલાક હોટ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન