how man vs wild get shoot bear grylls adventure show watch video
  • Home
  • Entertainment
  • Bollywood
  • આજે 180 દેશોને જોવા મળશે મોદીનો નવો અવતાર, બેયરે જણાવી શુટિંગની ખતરનાક દાસ્તાન

આજે 180 દેશોને જોવા મળશે મોદીનો નવો અવતાર, બેયરે જણાવી શુટિંગની ખતરનાક દાસ્તાન

 | 11:45 am IST

અમેરિકી સર્વાઈવર શો મેન વર્સિસ વાઈલ્ડ વિશે ત્યારથી ચર્ચા વધી ગઈ છે કે જ્યારથી પીએમ મોદી તેમાં દેખાવાનાં છે એવા સમાચાર વહેતા થયા છે. બેયર ગ્રિલ્સે તેનાં કરિયરમાં ઘણા જંગલો અને પહાડો પર આ રીતે એડવેન્ચર ટ્રિપ કરેલી છે. આ બધી ટ્રિપમાં કોઈને કોઈ રીતે મોટા ખતરાનો સામનો કરવો પડતો હોય છે. મતલબ કે એવી પરિસ્થિતિનો સામનો કર્યો કે જેનાં વિશે માત્ર વિચારતા જ ડર લાગે.

એકલા શો કરવા સાથે સાથે બેયરે ઘણા હોલિવૂડ સ્ટારને પણ આમંત્રિત કર્યા છે. ટીવી પર આવતા આ શોમાં બેયર ઘણા ખતરનાક સ્ટંટ કરતા જોવા મળે છે અને ગમે તેવા અજબ ગજબ જાનવરને ખાતો જોવા મળે છે. પરંતુ તમને એ જાણ નહીં હોય કે આ શોનાં શુટિંગ વખતે માત્ર બેયર એકલો જ નથી હોતો.

બેયર ગ્રિલ સાથે એક કેમેરા મેન હંમેશા સાથે જ રહે છે. કેમેરા મેન સિવાય પણ ઘણા લોકો આ શોનાં શુટિંગ વખતે તેનાં સાથે હાજર હોય છે અને બેયરની સલામતી માટે કામ કરે છે. આ પહેલા ઘણી વખત એવી અફવાઓ ઉડી છે કે આ શો તો નકલી છે. પરંતુ શોનાં ફેન્સને કોઈ ફરક પડતો નથી.

જો શુટિંગની વાત કરીએ તો બેયર ગ્રિલ સાથે આખી એક્સપર્ટ ટીમ હોય છે. કેમેરા મેન સાથે સાથે સાઉન્ડ મેન, સ્ટંટ એક્સપર્ટ, ડાયરેક્ટર અને બીજા પણ એક બે લોકો હંમેશા હાજર હોય છે. આ સિવાય અલગ અલગ રીતે મદદ કરવા માટે ક્રુનાં લોકો હાજર હોય છે. મેન વર્સિસ વાઈલ્ડમાં પીએમ મોદી સાથે શુટ કરેલો એપિસોડ સોમવારે રાતે 9 વાગ્યે રિલીઝ થશે. આ શો 180 કરતા પણ વધારે દેશોમાં ડિસ્કવરી પર રિલીઝ કરવામાં આવશે.

આ વીડિયો પણ જુઓ: ભારે વરસાદથી માણસોની સાથે પશુઓ પણ તણાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન