જાણો એક વખત સેક્સ માણવાથી કેટલી કેલરી ખર્ચાય છે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • જાણો એક વખત સેક્સ માણવાથી કેટલી કેલરી ખર્ચાય છે

જાણો એક વખત સેક્સ માણવાથી કેટલી કેલરી ખર્ચાય છે

 | 5:02 pm IST
  • Share

તાજેતરમાં કરવામાં આવેલ એક રસપ્રદ સર્વેમાં જાણવા મળ્યુ છે કે, નિયમિત સેક્સ માણનાર દંપત્તિ લાઇફમાં વધારે સ્વસ્થ હોય છે. નિયમિત સેક્સથી ફાયદા અંગે ઘણા અહેવાલ આ પહેલા પણ આવી ચૂક્યા છે, પરંતુ હવે ફરી એકવાર આ બાબતને સાબિત કરતા અભ્યાસના તારણો રજૂ થયા છે.

તમને જણાવી દઇએ કે, સેક્સથી શરીરમાં પેદા થનાર એસ્ટ્રોજન હોર્મોન ઓસ્ટીયોપોરોસિસ નામની બીમારી નહીં થવા દેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. સેક્સને કારણે એન્ડોરફિન હોર્મોન્સનું કદ વધી જાય છે, જેનાથી સ્કીનની ખૂબસુરતીમાં વધારો થાય છે. તમને જણાવી દઇએ કે, આ સર્વેમાં સફળ અને નિયમિત રીતે સેક્સ કરનાર દંપતિ વધારે સ્વસ્થ જોવા મળ્યા છે અને તેમની ખૂબસૂરતી પણ લાંબા સમય સુધી ટકી રહે છે.

આમ, નિયમિત સેક્સ માણનાર કપલનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ પણ વધારે હોય છે. સેક્સથી દૂર રહેનાર લોકો સંકોચ અને અપરાધની ભાવનાનો અનુભવ કરે છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સેક્સના લીધે શારીરિક ઉર્જા ખર્ચ થાય છે, જે કારણોસર ચરબીને ઘટાડવામાં મદદ મળે છે. એક વખત સેક્સ માણવાથી 500 થી 1000 કેલરી ઉર્જાનો ખર્ચ થઈ જાય છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સેક્સ સમયે કરવામાં આવેલ ચુંબનથી નવ કેલરી ઉર્જા બર્ન થાય છે. આ વિશે તબીબો અને વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, સેક્સ પ્રવૃત્તિ સ્વસ્થ માનસિકતા જાળવી રાખવામાં પણ
ઉપયોગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન