How many seats will get BJP in Gujarat in the opinion of Mumbai and Delhi Satta Bazar?
  • Home
  • Ahmedabad
  • મુંબઇ અને દિલ્હી સટ્ટાબજારના મતે જાણો ગુજરાતમાં ભાજપને કેટલી સીટો મળશે!

મુંબઇ અને દિલ્હી સટ્ટાબજારના મતે જાણો ગુજરાતમાં ભાજપને કેટલી સીટો મળશે!

 | 8:10 am IST

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં આજે મતદાન પૂરું થયા પછી ૨૬ બેઠકો પૈકી ભાજપને ૧૯ બેઠકો મળે તેવું બુકીઓએ ગણિત માંડયું છે. જયારે કોંગ્રેસની સાત સીટો ઉપર રસાકસી હોવાથી તેના ભાવો બોલાયા હતા. સટ્ટાબજારમાં ભાજપની ૧૯ સીટ માટે ૩૦ પૈસા, ૨૦ સીટ માટે ૫૫ પૈસા અને ૨૨ સીટ માટે ૮૫ પૈસા ભાવ ખુલ્યો છે. કેન્દ્રમાં ભાજપની ૨૪૧ સીટો અને કોંગ્રેસની ૮૦ થી ૯૦ સીટો આવી શકે તેમ હોવાનું મુંબઈના સટ્ટોડિયા માની રહ્યાં છે.

લોકસભાની ચૂંટણી માટે આજે ગુજરાતમાં મતદાન પૂરું થતા હવે સટ્ટાબજારમાં ભાજપ અને કોંગ્રેસને કેટલી સીટો મળશે તેના પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો છે. દિલ્હી સટ્ટાબજારના મતે ગુજરાતમાં ભાજપને ૨૨ સીટો અને કોંગ્રેસને ચાર સીટો મળી શકે તેમ છે. જો કે, સટ્ટોડિયાઓ માની રહ્યાં છે કે, લોકસભાક્ષેત્રમાં મતદાન પ્રમાણે એનાલિસીસ કર્યા બાદ નવા ભાવો એકાદ બે દિવસમાં ખુલશે. જેમાં કયા પક્ષને કેટલી સીટો મળશે તે નક્કી થઈ શકશે.

બીજી તરફ સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્રાન્ચ દ્વારા પણ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં થયેલા મતદાનના આધારે કયા પક્ષને કેટલી સીટો મળશે તેનો રિપોર્ટ તૈયાર થઈ શકે છે. રિપોર્ટ બનાવવામાં બે દિવસનો સમય લાગે તેમ છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં સામાન્ય રીતે સટ્ટોડિયાઓ વિશ્લેષણ કરીને ભાવો ખોલ્યા બાદ મતદાનના દિવસે કેટલું મતદાન થાય તેના ઉપર સટ્ટો રમે છે. ત્યારપછી મત ગણતરીના દિવસે અબજો રૂપિયાનો સટ્ટો રમાતો હોય છે.

દરેક લોકસભાની સીટ ઉપર ભાજપ અને કોંગ્રેસનું કેટલું વર્ચસ્વ, કયાં, કેટલા મતદારો છે તે સહિતની માહિતી આઈબી દ્વારા એકઠી કરાઈ હતી. ભાજપ અને કોંગ્રેસની સીટો અંગે સેશનના ભાવો પડયા હોવાથી આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ લોકો સટ્ટો રમ્યા હોવાનું સટ્ટોડિયા માની રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન