How miraculous is a shining gem?
  • Home
  • Astrology
  • કેટલું ચમત્કારિક હોય છે લાજાવર્તા રત્ન?

કેટલું ચમત્કારિક હોય છે લાજાવર્તા રત્ન?

 | 9:00 am IST

રત્ન-વિજ્ઞાન

મણિ ઘણા પ્રકારનાં હોય છે. વળી રત્નવિજ્ઞાનમાં જેટલાં રત્નો અને મણિઓ વિશે આપણે વાંચીએ છીએ તેના કરતાં ઘણાં વધારે રત્નો ઉપલબ્ધ છે. એ વિશે જાણવું હોય તો આપણે રત્નવિજ્ઞાનની ઊંડી જાણકારી કેળવવી પડતી હોય છે. રત્ન વિશે ઊંડી જાણકારી ધરાવતાં લોકોને જો તમે આ વિશે પૂછો તો તે તમને જણાવશે કે ખરેખર બ્રહ્માંડમાં કેટલાં નક્ષત્રો છે. આ જ રીતે મણિના પણ ઘણા પ્રકાર છે. જેમ કે, ધૃત મણિ, તૈલ મણિ, ભીષ્મક મણિ, ઉપલક મણિ, સ્ફટિક મણિ, પારસ મણિ, અલૂક મણિ, માસર મણિ અને લાજાવર્તા મણિ. આજે આપણે લાજાવર્તા મણિ વિશે વાત કરવાની છે. આ મણિ કેવો છે અને તેને ધારણ કરવાથી શું શું ફાયદા થાય છે તે વિશે જાણીશું. કહેવાય છે કે જે જાતકોને પોતાના નોકરી-ધંધામાં પ્રગતિ મેળવવી હોય તો તેમણે આ મણિ અચૂક પહેરવો જોઇએ. આ મણિ તમને આર્િથક રીતે પણ ખૂબ પ્રગતિ અપાવે છે. તો ચાલો જાણી લઇએ લાજાવર્તા મણિ વિશે.

લાજાવર્તા મણિ કેવો હોય?  

લાજાવર્તા મણિને ઘણાં લોકો લાજાવર્દ મણિ પણ કહે છે. આ એક પ્રકારનો પથ્થર છે, જે મોરપીંછ કલરનો હોય છે. તેમાં નીલા અને કાળા રંગના છાંટા હોય છે. મોરની ગર્દન જેવી હોય છે તેવો જ આ મણિ આવે છે. તેથી તેને મોરપીંછ પથ્થર કહીને પણ ઓળખવામાં આવે છે. આ મણિ ખૂબ જ ઓછો જોવા મળે છે, મતલબ કે જો તમારે સાચો અને શુદ્ધ લાજાવર્તા મણિ જોઈતો હોય તો તે ખૂબ જ કઠિન છે, કેમ કે તે બહુ જ ઓછો જોવા મળે છે. જોકે હાલ બજારમાં લાજાવર્તા જેવા બનાવટી મણિ ઘણી ઉપલબ્ધ છે ને લોકો તેને પહેરે છે પણ ખરાં. નીલમ રત્નની જેમ જ આ પણ મોરપીંછ રંગનો હોય છે, જેમાં સૌથી ઘાટો કલર જે પથ્થરનો હોય તેને સૌથી વધારે સારો પથ્થર માનવામાં આવે છે.

કઈ રીતે ધારણ કરશો લાજાવર્તા?  

લાજાવર્તા મણિને ચાંદીની વીંટીમાં મઢીને હાથની મધ્ય આંગળીમાં પહેરવો જોઇએ. જો તમે ઇચ્છો તો ચાંદીની ચેઇનમાં તેને મઢાવીને ગળામાં અથવા તો બ્રેસલેટ બનાવડાવીને હાથમાં પણ ધારણ કરી શકો છો. આ માટે કોઇ ખાસ જગ્યા નથી. બસ, ધાતુ ચાંદી જ હોવી જોઇએ તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ઘણાં લોકો આ મણિ ધારણ કરવાની ઇચ્છા રાખતાં હોય છે. તે નોકરી-ધંધાની પ્રગતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેમ છતાં તેને ધારણ કરતાં પહેલાં એકવાર તમારે તમારા જ્યોતિષની સલાહ અચૂક લેવી ઔજોઇએ. અહીં ઘણીવાર એ વાતનો ઉલ્લેખ થયો છે કે જ્યોતિષની સલાહ વગર જો કોઇપણ રત્ન કે મણિ ધારણ કરવામાં આવે તો તે જે તે વ્યક્તિ માટે જ નુક્સાન કારક છે.

લાજાવર્તા મણિ ધારણ કરવાના ફાયદા  

કહેવાય છે કે લાજાવર્તા મણિ ધારણ કરવાથી બળ, બુદ્ધિ તેમજ યશની વૃદ્ધિ થાય છે. લોકો પોતાના નોકરી-ધંધામાં પ્રગતિ મેળવવા માટે પણ તેને ધારણ કરતાં હોય છે. અને એવું પણ કહેવાયું છે કે આ મણિ ધારણ કરવાથી ભૂત, પ્રેત, પિશાચ, દૈત્ય અને સાપ કે નાગનો ભય આપણા ઉપરથી ટળી જતો હોય છે. ઘણાં લોકો પોતાના નાના બાળકના ગળામાં આ મણિને ચાંદીની ચેઇનમાં ઘડાવીને પહેરાવતાં હોય છે.

લાજાવર્તા મણિ અથવા તો પથ્થર ત્રણ મૂખ્ય ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે તેવા શનિ, રાહુ અને કેતુના પ્રભાવને કુંડળીમાંથી નષ્ટ કરવાનું કાર્ય કરે છે. જે બાળક કે વ્યક્તિ ઉપર કોઇએ કાળો જાદુ કર્યો હોય તેને નષ્ટ કરવા માટે પણ આ મણિ બાળકોને પહેરાવવામાં આવતો હોય છે. ઘણા કેસમાં તો યુવાનો પણ આ મણિ પહેરતા હોય છે. આ મણિ ધારણ કરવાથી બધી જ પ્રકારના કાળા જાદુનો નાશ થાય છે તેમજ તેનાથી પિતૃદોષ પણ નાશ પામતો હોવાનું જાણવા મળ્યું છે.

આ મણિ ધારણ કરવાથી જો તમારા વેપાર-ધંધામાં અટપટા પ્રશ્નો પણ સોલ્વ થઇ જતાં હોય છે. જ્યારે વિદ્યાર્થીઓ માટે આ પથ્થર એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધારો કરતું સાબિત થાય છે.

આ મણિ ઘણીરીતે ઉપયોગી થઇ શકે છે. ખાસ કરીને લક્ષ્મીની પ્રાપ્તિ માટે, એકાગ્રતા જાળવવા માટે, દરેક પથ ઉપર પ્રગતિ માટે તેને  ધારણ કરવામાં આવે છે. પણ દરેકે આ મણિ ધારણ કરતાં પહેલાં અવશ્ય પોતાના જ્યોતિષની સલાહ લઇ લેવી જોઇએ, કેમ કે ઘણીવાર એવું બનતું હોય છે કે તમારી કુંડળીમાં બીજો કોઇ દોષ હોય અને તેને કારણે તમને સુખ ન પ્રાપ્ત થતું હોય ત્યારે તે ગ્રહના દોષના નિવારણને બદલે આપણે બીજાં ઉપાયો કરીએ તો તેનાથી મુશ્કેલીમાં વધારો થતો હોય છે.

જેમ કે, તાવ આવ્યો હોય અને તાવની દવા લેવાને બદલે પેટના દુખાવાની દવા લઇએ તો તાવ તો ઠીક નહીં જ થાય સાથે સાથે દવા પણ ભારે પડશે. માટે કોઇપણ રત્ન કે મણિ ધારણ કરતાં પહેલાં જ્યોતિષની સલાહ ચોક્કસ લેવી.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન