How Much Does Your Partner Love You, Check Out From The Body Language
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • તમારો પાર્ટનર ખરેખર તમને કેટલો પ્રેમ કરે છે? પાર્ટનરની બોડી લૅંગ્વિજ પરથી જાણો

તમારો પાર્ટનર ખરેખર તમને કેટલો પ્રેમ કરે છે? પાર્ટનરની બોડી લૅંગ્વિજ પરથી જાણો

 | 2:22 pm IST
  • Share

પતિ-પત્ની સંસાર રૂપી ગાડાનાં બે પૈડાં છે, એક જ સિક્કાની બે બાજુઓ છે, છતાં તેમના સંબંધને સમજવાનું કામ સરળ નથી હોતું. જોકે, પાર્ટનરની બોડી લૅંગ્વિજને વાંચતા શીખી જાઓ તો તમે એ ચોક્કસપણે જાણી શકો છો કે ખરેખર તમારો પતિ તમને કેટલો પ્રેમ કરે છે. આ બાબતો રિલેશનશિપમાં હોય તેવાં કપલને પણ બરાબર લાગુ પડે છે. આ બોડી લૅંગ્વિજ અને તેનો અર્થ શું થાય તે જાણીએ.

હાથ પકડવાની સ્ટાઈલ

જો પાર્ટનર તમારો હાથ કસીને પકડે અને તેની આંગળીઓ ઇન્ટરલોક્ડ (આંગળીઓમાં આંગળી પરોવવી) હોય તો તેનો અર્થ એ છે કે તે તમને ખૂબ જ પ્રેમ કરે છે અને પોતાના પ્રેમનો જાહેરમાં એકરાર કરતા સહેજ પણ ખચકાટ અનુભવતો નથી. આવો પતિ તમારી જિંદગીમાં ખુશીઓ જ લઈને આવશે, પરંતુ હાથ પકડતી વખતે જો તેના હાથનો કસાવ ઢીલો કે હળવો હોય તો તેનો અર્થ એ પણ થાય છે કે સંબંધ હજુ શરૂઆતના દૌરમાં છે એટલે કે તે તમને બરાબર સમજી શક્યો નથી.

પગની પોઝિશન

જો પાર્ટનર તમારી સાથે બેઠો હોય અને તેના પગ ક્રોસ હોય, પરંતુ પગની દિશા તમારી તરફ ન હોય તો આ સંકેત બરાબર નથી. તેનો અર્થ એ થાય છે કે તેને તમારામાં ખાસ રસ નથી, પરંતુ તેના પગ ક્રોસ હોય અને પગની દિશા તમારી તરફની હોય તો તેનો અર્થ એ છે કે તે તમને પ્રેમ કરે છે, તમારામાં રસ લે છે અને તમારો સાથ તેને પસંદ છે.

આંખોમાં આંખ પરોવીને વાત ન કરવી

જો પાર્ટનર તમારી સાથે વાત કરી રહ્યો હોય, પરંતુ તે તમારી આંખોમાં આંખ પરોવ્યા વગર આમતેમ જોતા વાત કરી રહ્યો હોય તો તે શરમાળ હોઈ શકે છે અથવા તો તે તમારાથી કંઈક છુપાવે છે. તમારા સામે હોવા છતાં તે આમ-તેમ જોઈ રહ્યો હોય તેનો અર્થ એ છે કે તે તમને વફાદાર ન પણ હોય અને આવા પુરુષ સારા લાઈફ પાર્ટનર બની શકતા નથી. તેને ખરેખર તમારી સાથે પ્રેમ છે કે નહીં તેની અવઢવમાં તેઓ હોય છે.

વાતચીત દરમિયાન નખ ખોતરે કે વાળ ઠીક કરે તો

પાર્ટનર તમારી સાથે મહત્ત્વની વાતચીત વખતે નખ ખોતરે કે વારંવાર તેના વાળ ઠીક કર્યાં કરે તો તેનો અર્થ એ છે કે તે તમારી સાથે જૂઠું બોલી રહ્યો છે. જો તે પોતાના હાથ બાંધીને બેસે તો તેનામાં આત્મવિશ્વાસની ઊણપ હોય છે અથવા તો તે નર્વસ પણ હોઈ શકે છે. આવા સમયે તે એ જ વિચારતો હોય છે કે તમે તેના મનને સમજી શકશો કે નહીં? આવી સ્થિતિમાં તમારે પહેલ કરવી પડશે અને તેની નર્વસનેસ દૂર કરવી પડશે.

તે હંમેશાં એકલામાં મળવાની વાત કરે

તમે જ્યારે મળવાના હો ત્યારે પાર્ટનર એ વાત પર જોર આપે કે તમે જ્યારે મળો ત્યારે માત્ર બંને જ મળો, એકલામાં મળો તો એનો અર્થ એ છે કે તે તમને પ્રેમ નથી કરતો અને તેનો પ્રેમ મોટેભાગે શારીરિક જ છે. આવા સંબંધો ટકાઉ હોતા નથી. તેથી આવા લોકોથી દૂર રહેવામાં જ ભલાઈ છે.

પોતાના વિશે વાત કરવાનું ટાળે

પાર્ટનર મળે ત્યારે તમારી બધી વાત જાણે, પરંતુ પોતાના વિશે વાત કરવાનું ટાળે તો સમજવું કે કંઈક લોચો છે. આવા કિસ્સામાં તે જે કંઈ કહે તે ખોટું જ કહેતો હોય તેવું બને. તેને તેની પોલ ખૂલી જવાનો કે પોતાના વિશે ભૂલથી સત્ય બોલી જવાનો ડર હોવાને કારણે તે પોતાની વાત કરવાનું ટાળે છે. એવું પણ બની શકે કે તે તમારી સાથે માત્ર ટાઈમપાસ કરી રહ્યો છે.

અચાનક વધારે પ્રેમ દર્શાવે તો

તમારો પાર્ટનર અચાનક જ તમને વધારે પ્રેમ કરવા લાગે તો બહુ ખુશ થવાની જરૂર નથી, આનો અર્થ ‘દાળમાં કંઈક કાળું’ છે તેવો કરી શકાય. જો ઘરે મોડા પહોંચવા પર તે તમારી ખુશામત કરવા લાગે તો સમજવું કે તે ચોક્કસ પોતાની કોઈ ભૂલ છુપાવવા માંગે છે. આ સિવાય તે વારંવાર ઓવરટાઈમનું બહાનું કાઢીને ઘરે મોડા પહોંચે અને મોબાઈલ અથવા કમ્પ્યૂટર સાથે વધારે સમય પસાર કરવા લાગે તો શક્ય છે કે તે બીજાની તરફ વધારે આર્કિષત થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન