How much fund recovered from Smriti Irani?: HC seeks answers from the government
  • Home
  • Ahmedabad
  • સ્મૃતિ ઈરાની પાસેથી કેટલું ફંડ રિકવર કર્યું?: HCએ સરકાર પાસે જવાબ માગ્યો

સ્મૃતિ ઈરાની પાસેથી કેટલું ફંડ રિકવર કર્યું?: HCએ સરકાર પાસે જવાબ માગ્યો

 | 3:10 am IST

સાંસદ સ્મૃતિ ઇરાની સામે ફંડના નાંણાનો દુરઉપયોગ કરવા અંગે હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. અરજીમાં એવી રજુઆત કરાઇ છે કે સાંસદ સ્મૃતિ ઇરાનીએ સાસંદને મળતી ગ્રાન્ટની રકમમાં ભ્રષ્ટાચાર આચર્યો છે. ફંડના નાણાનો ઉપયોગ દત્તક લીધેલા ગામડાના વિકાસ માટે કર્યો નથી. કરોડો રૂપિયાની ગેરરીતિ આચરી છે.

આ બાબતે હાઇકોર્ટે સરકાર પાસે ૨૬ માર્ચ સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. ફંડના દુરઉપયોગ અને ગેરરીતિમાં અત્યાર સુધીમાં કેટલી રીકવરી કરી? અને તે રકમ કયા વપરાઇ હતી? તે તમામ બાબતે સરકાર પાસે જવાબ હાઇકોર્ટે ખુલાસો માગ્યો છે. સ્મૃતિ ઇરાનીએ દત્તક લીધેલા ગામડામાં બિલકુલ ફંડ વાપર્યુ નથી. તો ફંડની રકમ કયા ગઇ?

કોગ્રેંસના ધારાસભ્ય અમિત ચાવડાએ સ્મૃતિ ઇરાની સામે ફરિયાદ કરવાની માગણી કરતી જાહેરહિતની અરજી કરી છે. તેમા એવી રજુઆત કરી છે કે સ્મૃતિ ઇરાનીએ પબ્લીક મનીનો દુરઉપયોગ કર્યો છે અને ફરજમાં બેદરકારી દાખવી છે. કરોડો રૂપિયાના ફંડનો તેમણે દુરઉપયોગ કર્યો છે.

કેગના ઓડીટ રિપોર્ટમાં તેની નાણાકીય ગેરરીતિ બહાર આવી છે. પ્રજાના ટેકસના નાણાનો ભ્રષ્ટાચાર આચરવા બદલ સ્મૃતિ સામે પગલા લેવા માગણી કરી છે. સ્મૃતિએ તેના પરિચિતોને ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વગર કોન્ટ્રાક આપ્યો હોવાનું બહાર આવ્યુ છે.

પી.વી નરસિહારાવે શરૂ કરેલી MPLADS( સાંસદ આદર્શ ગ્રામ યોજના) અંતર્ગત સાસંદોએ તેમના સ્થાનિક વિસ્તારના વિકાસ માટે ફંડનો ઉપયોગ કરવાની જોગવાઇ છે. પરતું તેનું નિરીક્ષણ જે-તે રાજય સરકારે કરવાનું રહે છે. જો કે સ્મૃતિ ઇરાનીએ તેના પી.એ દ્વારા આણંદના ડીસ્ટ્રીકટ પ્લાનિંગ ઓફિસર પર દબાણ લાવીને તેમની પંસદ કરેલી શારદા મજુર કામદાર સહકારી મંડળીને કોઇપણ કાયદાકીય પ્રક્રયા અનુસર્યા વગર કામ સોપી દીધુ હતુ.

પરતું મંડળીએ તેનો દુરઉપયોગ કર્યો છે તેનો નાણાકીય હિસાબ પણ મળતો નથી.સાસંદ થઇને સ્મૃતિ ઇરાનીએ ભ્રષ્ટાચાર આદર્યો છે તેની સામે ફરિયાદ નોંધાવી જોઇએ. તેમની પસંદગીની શારદા મજુર કામદાર મંડળીએ બાંધકામ મજુર માટેની કો ઓપરેટિવ સોસાયટી ચાલી રહી હતી. તેના તમામ સભ્યો ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ઉચ્ચ અધિકારીઓ હતા.

આ મંડળીએ વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૩.૫૨ લાખ રૂપિયા પંચાયતના બિલ્ડીગ બનાવવા લીધા હતા. અને બીજા જ વર્ષે પંચાયતના બિલ્ડીગના રીનોવેશન માટે મંડળીએ ૪૫.૨૦ લાખ રૂપિયાની માગણી કરી હતી. અને સરકારે તેને મંજુરી પણ આપી દીધી હતી. આ મંડળીએ ૯ ગામડાના વિકાસના નામે બીજા કરોડો રૂપિયા માગી લીધા હતા. પરતું ત્યા વિકાસના નામની એક ઇંટ પણ મુકાઇ નથી.

સ્મૃતિ ઈરાનીને તાત્કાલિક મંત્રીપદેથી દૂર કરવા કોંગ્રેસની માગ

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીને મંત્રી પદેથી બરતરફ કરવા તેમજ એફઆઈઆર રજિસ્ટર કરવાની માગણી કરી છે. કેગના અહેવાલને ટાંકીને કોંગ્રેસે કહ્યું કે, ગામ દત્તક લઈ વિકાસ કરવાની યોજનાનું ૬ કરોડનું કામ વગર ટેન્ડરે આપી દેવાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન