How much will the bet on the new name benefit the BJP?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • નવા નામ પરનો દાવ ભાજપને કેટલો ફળશે?

નવા નામ પરનો દાવ ભાજપને કેટલો ફળશે?

 | 7:08 am IST
  • Share

કોઇ વ્યક્તિની ક્ષમતાને અંડરએસ્ટિમેટ કરવી વાજબી નથી. ભારતીય જનતા પક્ષે ભૂપેન્દ્ર પટેલ પર ભરોસો મૂક્યો હશે તો ઘણું બધું વિચારીને જ મૂક્યો હશે. ભાજપને કદાચ એવું લાગ્યું હશે કે, કોઇ જાણીતા નામને મુખ્યમંત્રી બનાવીશું તો તેના નામ સાથે જોડાયેલા વાદ-વિવાદો પણ સાથે આવશે. એના કરતાં કોરી પાટી હોય એને જવાબદારી સોંપવી જોઇએ. ભૂપેન્દ્ર પટેલ ઔડાના ચેરમેન હતા.

મેમનગર નગરપાલિકાના ચેરમેન હતા. કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ તેમણે ફ્રજ બજાવી છે. તેમનું ભણતર બહુ નથી પણ ભાજપે કદાચ ભણતરને બદલે ગણતરને ધ્યાનમાં લીધું લાગે છે. તેઓ કોના વિશ્વાસુ છે એ વિશે પણ જાતજાતની વાતો થઇ. સૌથી મોટી વાત એ છે કે ભાજપે અત્યારે તેમના પર વિશ્વાસ મૂક્યો છે અને તેમણે હવે પોતાના પર મુકાયેલો વિશ્વાસ સાબિત કરવાનો છે. 

સરપ્રાઇઝ આપતા રહેવું એ ભારતીય જનતા પક્ષની ફ્તિરત છે. શનિવારે જ્યારે વિજય રૃપાણીએ રાજીનામું આપ્યું ત્યારે લોકોને જે આંચકો લાગ્યો હતો તેનાથી પણ વધુ તીવ્ર આંચકો નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થયું ત્યારે લાગ્યો હતો. કોઇને કલ્પના સુદ્ધાં નહોતી કે, ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. મુખ્યમંત્રીના નામ વિશે જાતજાતની ચર્ચાઓ ચાલતી હતી. તેની સાથોસાથ એવી વાતો પણ થતી જ હતી કે, ભાજપનો કંઇ ભરોસો નહીં, છેલ્લી ઘડીએ ગમે તેનું નામ હોઇ શકે છે. ખરેખર એવું જ થયું છે.

ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું એ સાથે ઘણાને એવો સવાલ થયો હતો કે, રાજ્યના નવા સુકાની છે કોણ? ગૂગલથી માંડીને જ્યાંથી વિગતો મળે ત્યાંથી મેળવીને બધાએ ભૂપેન્દ્ર પટેલનો પ્રોફાઇલ વાંચ્યો. અમદાવાદના ઘાટલોડિયા બેઠક પરથી પહેલી જ વાર ચૂંટાયેલા ભૂપેન્દ્ર પટેલનું નામ અમદાવાદની બહાર બહુ જાણીતું નહોતું પણ આજે આખા ગુજરાતમાં તેમના નામની ચર્ચા છે. ભૂપેન્દ્ર પટેલની કુંડળીમાં રાજયોગ લખ્યો હશે. સવાલ એ છે કે, આ યોગ કેટલા લાંબા સમયનો છે? નેકસ્ટ ટર્મ માટે તેમણે અને તેમની નવી ટીમે ઘણું બધું કરવું પડશે. ચેલેન્જિસનું લાંબું લિસ્ટ છે.  

ગુજરાતના રાજકારણમાં પટેલ પાવરની પહેલેથી બોલબાલા રહી છે. ભાજપે પાટીદાર સમાજમાંથી આવતા ભૂપેન્દ્ર પટેલ ઉપર પસંદગી ઉતારીને પટેલ સમાજનું મન અને માન જાળવ્યું છે. જોવાનું એ રહેશે કે, રાજ્યના પાટીદારોનો રિસ્પોન્સ કેવો રહે છે? ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર છે.

ભારતીય જનતા પક્ષે કેન્દ્ર સરકારમાં મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૃપાલાને સ્થાન આપીને પાટીદારોને રાજી કરવાની સાથે કડવા અને લેઉવા પાટીદારનું બેલેન્સ પણ જાળવ્યું છે. પાટીદાર સમાજ કોઇને નેતા તરીકે સ્વીકારે ત્યારે એ પણ જોતો હોય છે કે, એ વ્યક્તિએ પટેલ સમાજ માટે શું કર્યું છે? ભૂપેન્દ્રભાઇએ એવું કામ કરવું પડશે જેનાથી તેમના સમાજ સહિત રાજ્યના તમામ લોકોમાં સ્વીકૃતિ મળે.  

ભારતીય જનતા પક્ષની ઇમેજ કોરોનાની બીજી લહેરથી ઝંખવાઇ છે. હજુ ત્રીજી લહેર વિશે જાતજાતની વાતો થાય છે. ગુજરાતમાં ત્રીજી લહેર ન આવે એવી આશા રાખીએ પણ જો ત્રીજી લહેર આવી તો નવી સરકારની ક્ષમતા મપાઇ જશે. વરસાદ પણ આ વખતે જોઇએ એવો નથી પડયો. વિરોધ પક્ષો પણ ધીમે ધીમે એક્ટિવ થઇ રહ્યા છે. આમ આદમી પાર્ટી ઝીણું ઝીણું કાંતી રહી છે. કોંગ્રેસ હજુ જોઇએ એટલી મેદાનમાં દેખાતી નથી.

બંગાળમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીની ઇચ્છા પણ બીજા રાજ્યોમાં પાંખો પસારવાની છે. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તહાદૂલ મુસલમિનના વડા અસાદુદ્દીન ઓવૈસી પણ ગુજરાતના મુસ્લિમ મતો મેળવવા માટે ઝુકાવી શકે છે. રાજકારણમાં ક્યારે ક્યું પરિબળ કેવો ટર્ન લે એ કોઇ કહી શકતું નથી. ભાજપ વિશે એવું મનાતું રહ્યું છે કે, ભાજપ છેલ્લી ઘડીએ એવું કંઇક કરશે કે જનમત તેની તરફ્ેણમાં વળી જાય. વિધાનસભાની ગઇ ચૂંટણીમાં ભાજપનો રથ ૧૮૨માંથી ૯૯ના આંકડા સુધી પહોંચીને રોકાઇ ગયો હતો. એ પછી ભાજપે ફ્ગિર વધારવા માટે ઘણું બધું કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લઇને મંત્રીપદ ભાજપે આપ્યા છે. ભાજપ હજુ આગામી ચૂંટણી જીતવા માટે પોતાનાથી થાય એ બધું કરી છૂટશે.   

ગુજરાતની ચૂંટણી પહેલાં ફ્ેબ્રુઆરી-માર્ચ ૨૦૨૨માં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશ, પંજાબ, ગોવા મણિપુર અને ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી થવાની છે. ગુજરાત અને હિમાચલપ્રદેશની ચૂંટણી નવેમ્બર ૨૦૨૨માં યોજાય એવી શક્યતાઓ છે. જે રાજ્યોની ચૂંટણી ફ્ેબ્રુઆરી માર્ચમાં થવાની છે એના પરિણામોની અસર પણ ગુજરાત પર થશે. ગુજરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની હોમ પિચ છે. છેલ્લે તો ગુજરાતની ચૂંટણી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર જ લડાવાની છે. ભાજપનો સૌથી મોટો મદાર પણ એમના પર જ છે. હવે ગુજરાતના નવા મંત્રીમંડળની રચના થશે. કોને ડેપ્યુટી ચીફ્ મિનિસ્ટર બનાવાશે, કોને વિદાય આપવામાં આવશે અને કયા નવા ચહેરોના સમાવેશ કરવામાં આવશે એ પણ ભાજપે નક્કી કરી જ લીધું હશે.

ગણતરી એવી જ હશે કે, જે કડી નબળી હોય એ મજબૂત બને. દરેક જ્ઞાાતિના પરિબળને ધ્યાનમાં રાખવામાં આવશે એ સમજી શકાય એવી વાત છે    મુખ્યમંત્રીને બદલવામાં આવ્યા અને બીજું જે કંઇ પણ થયું એના વિશે વિરોધ પક્ષો એવું કહે એ સ્વાભાવિક છે કે, ભાજપને ચિંતા પેસી છે એટલે આવા નિર્ણયો કરવા પડયા છે. ભાજપને ચિંતા થવી જ જોઇએ. બદલાયેલી પરિસ્થિતિમાં હાથ જોડીને બેસી ન શકાય. ગુજરાતમાં કંઇ થયું તો એના પડઘા આખા દેશમાં પડી શકે છે. જોવાનું એ જ છે કે, ભાજપનો દાવ સવળો પડે છે કે અવળો? નવા મુખ્યમંત્રીની ર્વિંકગ સ્ટાઇલ વિશે કોઇને કંઇ ખબર નથી એટલે જ એ કેવા હિંમતભર્યા નિર્ણયો લે છે એ જોવાનું રહેશે.

ગુજરાતની નેતાગીરીમાં હવે ભૂપેન્દ્ર પટેલનું નામ નીચેથી ફ્ટાક દઇને ઉપર આવી ગયું છે. ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલની પણ હવે કસોટી થવાની છે. પક્ષે નેતૃત્ત્વ પરિવર્તન કરાવી દીધું, હવે પક્ષ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને કહેશે કે હવે તમે પર્ફેમ કરી બતાવો અને પરિણામ લાવો. વિરોધ પક્ષો વધુ જોરથી કામ કરવાના છે.

ભાજપે એવું માનવાની ભૂલ કરવા જેવું નથી કે, ગુજરાતમાં કોઇ મજબૂત વિકલ્પ નથી અથવા તો બીજા રાજ્યોના કે ગુજરાતના પ્રાદેશિક પક્ષો ગુજરાતમાં ફવતા નથી, મતદારોના મગજ ફ્રે તો એ કંઇ પણ કરી શકે છે. ભાજપ પાસે રાત ટૂંકી છે અને વેશ ઝાઝા છે. નવા મુખ્યમંત્રીનો ટાઇમ હવે સ્ટાર્ટ થાય છે, હોટસીટ પરની સવારી તેમનું પાણી માપી લેવાની છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન