how the soldier overcame the dangerous king cobra viral video
  • Home
  • Videos
  • Featured Videos
  • દર સેકન્ડે ડર લાગે તેવો VIDEO, કિંગ કોબરા જેવા ઝેરી સાપને આર્મીના જવાને ધૂળ ચટાડી

દર સેકન્ડે ડર લાગે તેવો VIDEO, કિંગ કોબરા જેવા ઝેરી સાપને આર્મીના જવાને ધૂળ ચટાડી

 | 6:07 pm IST

સામાન્ય રીતે લોકોને સાપ અને વીંછી જેવા ઝેરી પ્રાણીઓથી બીક લાગતી હોય છે. ભોળા લોકો જો ઓચિંતો સાપ જુએ તો એટેક પણ આવી જાય. પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જે જોવા માટે પણ હિમ્મત જોઈએ એવો છે.

આ વીડિયોમાં એ સાબિત કરી દીધું કે સૌથી ઝેરી સાપ કિંગ કોબરા પર પણ કાબુ કરી શકાય છે. જો કિંગ કોબરા કોઈને કરડે તો માણસની બચવાની શક્યતા પણ ઓછી રહે છે. કિંગ કોબરાને કાબુમાં લાવવાનો આ વીડિયો દક્ષિણ પુર્વ એશિયાઈ દેશ મલેશિયાનો છે. રસ્તા પર એક સૈનિક જતો હતો અને આવું કારનામું કર્યું. બંન્ને સામ સામે પોઝિશન લઈ લે છે અને કોબરાને જોઈને એને પકડવાની પુરી કોશિસ કરે છે.

ધીમે ધીમે તે કોબરા તરફ આગળ વધે છે. કોબરા સિપાહીની કમર સુધી આવી જાય છે. છતાં પણ સિપાહી ડરતો નથી. ફિલ્મી સ્ટાઈલની જેમ એણે ઓપરેશન શરૂ કર્યું અને આખરે તેણે પકડી પાડ્યો અને બોચી પોતાનાં હાથમાં ઝડકી રાખી અને હાથમાં લપેટી લીધો. જ્યારે આ સિપાહી કોબરાને પકડવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે બાજુમાં ઉભેલા એક મિત્રએ આ વીડિયો ઉતારી લીધો. એક પછી એક એમ ફોરવર્ડ થતો ગયો અને સોશિયલ મીડિયામાં આજે ધૂમ મચાવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન