How ticktock is helping as carrier how to become star
  • Home
  • Business
  • Tiktokએ આ મહિલાઓની બદલી નાંખી જિંદગી, કમાણી જાણી રહી જશો દંગ

Tiktokએ આ મહિલાઓની બદલી નાંખી જિંદગી, કમાણી જાણી રહી જશો દંગ

 | 2:27 pm IST

આજે જમાનો સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો છે. જો તમારામાં હૂનર કે કેરિયર બનાવવા માંગો છો તો સોશિયલ મીડિયા ખુલ્લા દિલથી તમારૂ સ્વાગત કરી રહ્યુ છે. આજકાલ Tiktok એપે મહિલાઓના સપનાઓને જાણેકે પાંખો આપી છે.

આજે આપણે એવી જ કેટલીક મહિલાઓની વાત કરીએ છીએ કે જેઓ 15 સેકન્ડના વીડિયો બનાવી સેલિબ્રિટી બની ગઈ છે, આજે તો આ મહિલાઓએ Tiktokને જ પોતાની કેરિયર બનાવી દીધી છે અને ધમાકેદાર કમાણી પણ કરી રહી છે.

ફક્ત એક સ્માર્ટફોનથી આ મહિલાઓ 15 સેકન્ડના વીડિયોથી Tiktok પર હિટ થઈને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. તેઓના ફોલોઅર એટલા વધ્યા કે તેઓને સફળતાની સીડી ચડતા કોઈ ન રોકી ન શકી. ટિક ટોક ઇન્ડિયાના સેલ્સ એન્ડ પાર્ટનરશિપ ડાયરેક્ટર સચિન શર્માએ યોરસ્ટોરી સાથે એક ખાસ ઇન્ટરવ્યુમાં જણાવ્યુ કે નવા નવા આઈડિયા સાથે લોકો પોતાની કળાને બહાર લાવે છે.

આવું જ એક નામ છે મુંબઈની નગમા મિર્ઝાકર તેના ડાન્સ અને કોમેડી વીડિયો બનાવે છે આજની તારીખમાં TikTok પર તેના 10.2 મિલિયન ફેન્સ છે. નગમાએ હું લોકોને ભરપુર મનોરંજન પુરૂ પાડુ છુ અને આથી જ મારા પ્રશંસકો વધી રહ્યા છે. કોમર્સમાં માસ્ટર ડિગ્રી ધરાવતી નગમા બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કરી ચુકી છે. તેની પાસે બિઝનેસ મેનેજમેન્ટમાં પણ PG ડિપ્લોમાં છે, તેની ફેશન અને બ્યુટી બ્લોગ ખુબજ લોકપ્રિય થયા છે. નગમા oh my Gorg પર પણ લખે છે.

બીજુ નામ છે ગરિમા ચૌરસિયા જેના Tiktok પર 15.7 મિલિયન પ્રશંસકો છે. ગરિમા મોડલ અને કોમેડી ક્લિપ અને લિપ સિકિંગ વીડિયો બનાવે છે. તેમના વીડિયો હલ્કાફુલ્કા અને મજાક કરતા હોય છે.

આ Video જુઓ: જાણો દરિદ્રતા દૂર કરવાના ઉપાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન